Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

રાજપીપળા કોર્ટ કંપાઉન્ડમાંથી કોર્ટ ક્લાર્કની મોટર સાઇકલની ચોરી થતા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ચીફ કોર્ટમાં આસી.જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવતા મધુસુદન અતુલભાઇ પટેલ (રહે. વડીયા પેલેસ સરકારી વસાહત બ્લોક નં ડી ૩/૪ રાજપીપલા ) ની ફરીયાદ મુજબ તેઓ કોર્ટની તેમની ફરજ પર હાજર હતા ત્યારે તેમની સ્પેલેન્ડર પ્લસ મો.સા નં.GJ.09.AQ.3096 જેની કિંમત રૂ .૧૫૦૦૦ ની તા ૧૧ ઓગસ્ટ ના રોજ રાજપીપલા કોર્ટ કમ્પાઉંડમાં પાર્ક કર્યું હતું ત્યાંથી કોઇ ચોર સવાર ના ૧૦/૩૦ થી બપોરના ૦૨ / ૪૫ વાગ્યાના સમયગાળા દરમિયાન ચોરી કરી લઇ જતા રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:21 pm IST)