Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

વિરમગામના ઉખલોડ ગામેથી ડિગ્રી વગર જ પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ પકડાયો

અમદાવાદ ગ્રામ્ય પોલીસે ગેરકાયદે દવાખાનું ચલાવતા બોગસ તબીબને ઝડપ્યો

અમદાવાદ જિલ્લાના વિરમગામના ઉખલોડ ગામેથી ડિગ્રી વગર જ પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ પકડાયો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસે ડીગ્રી વગર ગેરકાયદે દવાખાનું ચલાવતા બોગસ તબીબને ઝડપ્યો છે. છેલ્લા કેટલાય સમયથી ગ્રામ્ય વિસ્તારના લોકોને તબીબ તરીકે ઓળખ આપી પ્રેક્ટીસ કરી રહ્યો હતો.

 લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા પીન્ટુ ઠાકોરને પોલીસે ઝડપી લીધો છે. આરોપીના દવાખાનામાંથી એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો સહિત કુલ ₹ 6,578 નો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે આરોપી વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી ગુનો નોંધ્યો છે.

(9:55 pm IST)