Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

સુરત : AAPની મહિલા કાર્યકર્તાનો આપઘાતનો પ્રયાસ :આપ નેતા ગૌતમ પટેલ વિરુદ્ધ ફરિયાદ

પતિઍ વ્યાજે લીધેલા રૂપિયા ૪ હજારની સામે રૂપિયા ૧૦ હજારની માંગણી કરી:આપ નેતા અને ફાયનાન્સરે સમાજમાં બદનામ કરવા સાથે રાજકીય કારકીદી ખતમ કરી દેવાની ધમકી આપી

ભેસ્તાન વિસ્તારમાં રહેતી આમ આદમી પાર્ટીના મહિલા કાર્યકર્તા પાસેથી તેના પતિઍ વ્યાજે લીધેલા રૂપિયા ૪ હજારની સામે રૂપિયા ૧૦ હજારની માંગણી કરી આમ આદમી પાર્ટીના નેતા અને ફાયનાન્સરે સમાજમાં બદનામ કરી દેવાની સાથે રાજકીય કારકીદી ખતમ કરી દેવાની ધમકી આપી હતી. પાર્ટીના નેતા ઍવા ફાયનાન્સરની ધમકીથી ગભરાઈને મહિલા કાર્યકર્તાઍ આપઘાતનો પણ પ્રયાસ કર્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પાંડેસરા પોલીસના જણાવ્યા મુજબ ભેસ્તાનમાં રહેતા મહિલા ઍક વર્ષથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તરીકે સમાજ સેવાનું કામ કરે છે. અને ફેબ્રુઆરી ૨૦૨૧માં સુરત મહાનગરપાલિકાના નગર સેવકની ચૂંટણીમાં વોર્ડ ન-૨૯થી ચુંટણી પણ લડ્યા હતા.

જયારે તેમના પતિ અજયભાઈ ઈન્સ્યોરન્સ ઍડવાઈઝર તરીકે નોકરી કરે છે. સપનાબેન ઉપર ગત તા ૧૯મીના રોજ સવારે અગિયાર વાગ્યે ઓળખીતા અલ્તાફ નામના યુવકે ફોન કરી આમ આદમી પાટીમાં ક્યા વોર્ડમાં કોણ કામ કરી આપશે તે બાબતે વાતચીત કરતા હતા, તે વખતે સપનાબેન આમ આદમી પાર્ટીના નેતા ગૌતમ પટેલ (રહે, જલારામ નગર પાંડેસરા)ને કોન્ફરન્સમાં કોલ કરી ઉન વોર્ડ નં-૩૦ની કામગીરી બાબતે તેમજ અન્ય ચર્ચાઓ કરી હતી.

આ ફોન સમયે ગૌતમે તારા પતિ અજય દોઢ વર્ષ પહેલા મારી પાસેથી પૈસા લઈ ગયો છે. તારા ઘરમાં ઘરવખરીના પૈસા નથી અને તુ શુ માથુ ઉંચુ કરીને માર્કેટમાં ફરે છે. તેમ કહ્યું હતું જેને લઈને તેઓ માનસીક રીતે પરેશાન થઈ ગયા હતા. સપનાબેને પોતાના પતિને ફોન કર્યા બાદ તેમની સાથે ગૌતમ પટેલની પાંડેસરા ગુ.હા,બોર્ડ પાણીની ટાંકી પાસે આવેલી ઓફિસે મળવા માટે ગયા હતા.

આ સમયે ગોત્તમે કહ્યું, તારા પતિઍ ચાર હજાર લીધા હતા તેના વ્યાજ સાથે દસ હજાર થાય છે. સપનાબેને પુછ્યું - આટલી નાની રકમનું છ હજાર વ્યાજ કેવી રીતે થાય. ગોતમે જનાબ આપ્યો - તારા પતિઍ અગાઉ મને પૈસાની સગવડ નથી તેવા વોટ્સઅપ પર મેસેજ મોકલ્યા છે,આ મેસેજ હું પાર્ટીના કાર્યકરોના ગ્રુપમાં ફરતા કરી દઈશ અને તારી રાજકીય કારકીર્દી ખતમ કરી નાંખીશ અને તને બદનામ કરી નાખીશ, તેવું કહેતા મહિલા ગભરાઈ ગયા હતા અને મુદ્લ અને વ્યાજ સાથે દસ હજાર આપી ઘરે આવી ગયા હતા.

 

આ ઘટના બાદ પણ ફરી ગૌતમ પટેલે ફોન કરી, 'તુ મને બરાબર ઓળખતી નથી, હવે તુ જો, હુ તારી કારદીકી કેવી રેતી ખરાબ કરુ છું' તેવી ધમકી આપતા ખુબજ ડીપ્રેશનમાં ચાલી ગઈ હતી. સતત બદનામી થવાના વિચારો આવતા માનસિક રીતે પડી ભાગતા ઘરમાં કે઼ડસ્પાની ઍકસાથે ૨૦ ગોળી ખાઈ લીધી હતી. તેમજ ડાબા હાથની નસ કાપી લીધી. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ ગઈકાલે ફરિયાદ નોંધાવતા પોલીસે સપનાબેનની ફરિયાદ લઈ ગૌતમ પટેલ સામે ગુનો દાખલ કર્યો હતો.

(9:30 pm IST)