Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

રાજ્યમાં 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની આગાહી : 3 દિવસ સમગ્ર રાજ્યમાં મેઘસવારી

19-20 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ , 20-21 ઓગસ્ટ ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા અને 20-21 ઓગસ્ટ સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી

અમદાવાદ :  ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 19 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદ રહેશે. 3 દિવસ આખા ગુજરાતમાં વરસાદની સંભાવના છે. 19-20 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. 20-21 ઓગસ્ટ ઉત્તર-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.

 તા  20-21 ઓગસ્ટ સૌરાષ્ટ્ર- ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. તો 18 ઓગસ્ટથી 5 દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. ખેડૂતોના પાકને વરસાદ આવશે તો પાક બચશે. વરસાદની સંભાવનાથી પાણીની સમસ્યા ઉકેલાય તેવા એંધાણ પણ લગાવવામાં આવી રહ્યા છે.

(8:32 pm IST)