Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

રાજ્યમાં કોરોનાની વિદાય વેળાએ નવા 23 પોઝિટિવ કેસ નોંધાયા :વધુ 27 દર્દીઓ સ્વસ્થ થયા :આજે એક દર્દીનું મૃત્યુ : કુલ મૃત્યુઆંક 10.078 : કુલ 8.14.885 લોકોએ કોરોનાને હરાવ્યો :રાજયમાં વધુ 5.97.748 ડોઝનું રસીકરણ કરાયું

અમદાવાદમાં 7 કેસ,સુરતમાં 6 કેસ, વડોદરામાં 5 કેસ, દાહોદ, ગીર સોમનાથ,જામનગર, જૂનાગઢ અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો : હાલમાં 178 એક્ટિવ કેસ :જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાના નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે,કોરોનાના નવા કેસ માં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 50થી ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે આજે નવા 17 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 28 દર્દીઓ રિકવર થયા છે

 રાજ્યના આરોગ્ય વિભાગની પરિણામલક્ષી કામગીરીને પગલે છેલ્લા ઘણા દિવસોથી  નવા કેસની સંખ્યા સતત ઓછી  થઇ રહી છે

 દરમિયાન રાજ્યમાં કોવીડ 19 અંતર્ગત કાપા વોરીએન્ટના 5 કેસ જોવા મળ્યા છે એમાંથી 3 કેસ જામનગર, 1 કેસ ગોધરા,અને 1 કેસ,મહેસાણા ખાતે નોંધાયો હતો,આ કેસો માર્ચ મહિના તેમજ જૂન મહિનામાં નોંધાયેલ પોઝિટિવ કે પૈકી જિનમ સિક્વન્સી દરમિયાન મળી આવેલ છે,

 આ વેરિએન્ટ આઈસીએમઆરની માર્ગદર્શિકા અનુસાર વેરીનાટ ઓફ ઇંટ્રેસ્ટ છે તેમજ વેરીનાટ ઓફ કન્સર્ન નથી,આ તમામ કેસોના સંપર્કમાં આવેલ વ્યક્તીનોનું કોન્ટેક્ટ ટ્રેસીંગ હાથ ધરવામાં આવ્યું છે અને તેમાં હાલ કોઈ વ્યક્તિને લક્ષણો જોવા મળેલ નથી આ ઉપરાંત આ વિસ્તારોમાં આરોગ્ય વિભાગે સઘન સર્વેલન્સ કામગીરી હાથ ધરી છે

 રાજ્યમાં આજે કોરોનાના નવા 23 પોઝીટીવ  કેસ નોંધાયા છે જયારે વધુ 27 દર્દીઓ સ્વસ્થ થયા છે અત્યાર સુધીમાં કુલ 8.14.885 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે આજે રાજ્યમાં આજે કોરોનાથી એક દર્દીનું મોત થયું છે ,રાજ્યમાં મૃત્યુઆંક 10078 છે,રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા થયો છે

 રાજ્યમાં રસીકરણ વેગવાન બન્યું છે આજે રાજયમાં વધુ 5.97.748 ડોઝનું રસીકરણ કરાયું છે આજ સુધીમાં રાજયમાં 3.91.88.409 ડોઝનું રસીકરણ કરાયું છે

  રાજ્યમાં હાલ 178 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 લોકો વેન્ટિલેટર પર અને 171 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 8.14.885 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

   રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા 23 કેસમાં અમદાવાદમાં 7 કેસ,સુરતમાં 6 કેસ, વડોદરામાં 5 કેસ, દાહોદ, ગીર સોમનાથ,જામનગર, જૂનાગઢ અને નવસારીમાં 1-1 કેસ નોંધાયો છે

(8:15 pm IST)