Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

ગુજરાતમાં લવ જેહાદના પહેલા કેસમાં યુવતી ગુજરાત હાઈકોર્ટ પહોંચી

આ અગાઉ વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગત 17 જૂનના રોજ એક યુવતીએ ફરિયાદ દાખલ કરાવી હતી

અમદાવાદ : ગુજરાતમાં લવ જેહાદના પહેલા કેસમાં યુવતી ગુજરાત હાઈકોર્ટ પહોંચી છે. વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં યુવતીએ ફરિયાદ નોંધાવી હતી કે, તેના પતિએ મુસ્લિમ તરીકેની ઓળખ છુપાવીને તેની સાથે પહેલા મૈત્રી કરી હતી અને બાદમાં ફોસલાવીને લગ્ન કર્યા હતા. સમગ્ર મામલો કાયદો બન્યા બાદ બહાર આવ્યો હતો. આ અંગે મહિલાએ ફરિયાદ પણ દાખલ કરી હતી.

વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગત 17 જૂનના રોજ એક યુવતીએ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં તેણીએ તેનો પતિ મુસ્લિમ હોવાની ઓળખ સંતાડી રહ્યો હોવાનું ઉલ્લેખ કર્યો હતો. યુવકે સોશિયલ મીડિયામાં તેની ઓળખ માર્ટિન સેમ બતાવી હતી. જેથી આ બન્ને વચ્ચે પ્રમે સંબધ થયો હતો અને યુવતી સાથે અનેક વખત શારિરીક સંબધો પણ બાંધ્યા હતા. યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી તેના અશ્લિલ ફોટા પણ લીધા અને બાદમાં તેણી સાથે લગ્ન કર્યા હતા.

ત્યારબાદ યુવતીએ તેના પતિ સામે વડોદરાના ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવતીએ પોલીસ ફરિયાદમાં કહ્યું કે, લગ્ન બાદ યુવતીને ફરજિયાત ધર્મ પરિવર્તન માટે દબાણ કરવામાં આવતુ હતું. આ બાદ પત્નીએ પતિના જામીન માટે સોગંધનામુ કર્યું હતું. FIRમાં લગાવવામાં આવેલા આરોપોને જોતા વડોદરા કોર્ટે જામીન નામંજૂર કર્યા હતા. જેની સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેની ટૂંક સમયમાં સુનાવણી હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

(6:31 pm IST)