Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

તાવ મેલેરીયા કે ડેન્ગ્યુ હોઇ શકે છે, વહેલી તકે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરો : અમદાવાદ જીલ્લામાં આરોગ્ય વિભાગની જાહેર સુચના

ઘરમાં કે ઘરની આજુબાજુ પાણી ભરેલા પાત્રોનો કાયમી નિકાલ કરવો જેથી મચ્છર જન્યરોગને આપણે સાથે મળીને અટકાવી શકીએ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત  2022 સુધી ગુજરાત અને 2030 સુધીમા સંપૂર્ણ ભારત મેલેરિયા મુક્ત બને તેવા ઉદેશ્ય સાથે હાથ ધરાયેલી ઝુંબેશના ભાગરૂપે અમદાવાદ જિલ્લા પંચાયત સંલગ્ન મેલેરિયા શાખા દ્વારા અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી ડૉ.અનિલ ધામેલિયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.શૈલેષ પરમાર અને અમદાવાદ જિલ્લા મેલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન મુજબ ઝુંબેશના ભાગરૂપે વાહક જન્ય રોગ નિયંત્રણ કામગીરી કરવામાં આવી રહી છે. શુક્રવારે ટીડીઓ, ટીએચઓ, મેડીકલ ઓફિસર, તાલુકા મપહેસુ, મપહેસુ, મપહેવના સઘન પ્રયત્નોથી અમદાવાદ જીલ્લાના વિવિધ ગામોમાં જાહેર સુચના સરકારી દવાખાનાઓ, ગ્રામ પંચાયત, ગામના નોટીશ બોર્ડ પર લગાવવામાં આવી હતી. કોઈ પણ તાવ મલેરિયા હોય શકે છે  એટલે તાવ આવે તો આરોગ્ય કાર્યકર અથવા તો નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર જઈને લોહીની તપાસ  કરાવવી જોઈએ. પાણીના પાત્રો હવાચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા જોઇએ. આરોગ્ય વિભાગની જાહેર સુચનામાં જણાવવામાં આવ્યુ છે કે, હાલમાં ગામમાં કોઇને તાવ આવે તો આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. આપને આવેલ તાવ મેલેરિયા કે ડેન્ગ્યુ હોઇ શકે છે એટલે વહેલી તકે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવો. આપને ખાસ વિનંતી છે કે આપના ઘરમાં કે ઘરની આજુબાજુ પાણી ભરેલા પાત્રોનો કાયમી નિકાલ કરવો. જેથી મચ્છર જન્યરોગને આપણે સાથે મળીને અટકાવી શકીએ.
 

(6:28 pm IST)