Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

સિસ્‍ટમ આપણી ઉપર હસી રહી છે કારણ કે 16 વર્ષથી વધુ વયની યુવતીએ પોતે જ એ વ્‍યકિત સાથે લગ્ન કર્યા અને બાળકોને જન્‍મ આપ્‍યો અને તેનો પતિ બળાત્‍કારના ગુન્‍હામાં જેલમાં છે : ગુજરાત હાઈકોર્ટે દુષ્‍કર્મના કેસમાં સજા સ્‍થગિત

આ કેસમાં ફરીયાદીને પણ દોષિત ઠેરવી શકાય નહિં : જસ્‍ટીસ પરેશ ઉપાધ્‍યાય

ગુજરાત હાઈકોર્ટે ગયા અઠવાડિયે બળાત્કારના દોષિતની સજા સ્થગિત કરી હતી અને કથિત પીડિતાએ સ્વીકાર્યું હતું કે તેણે દોષિત સાથે લગ્ન કર્યા છે. તેની સાથે રહેવાનું શરૂ કર્યું છે અને બે બાળકોને જન્મ પણ આપ્યો છે.

આ  વ્યકિતને દોષિત જાહેર  ચુકાદા વિરુદ્ધ પસાર થયેલા આદેશ પર ટિપ્પણી કરતા જસ્ટિસ પરેશ ઉપાધ્યાયે મૌખિક રીતે કહ્યું કે “વિવેકબુદ્ધિ વગર કાયદાનો અમલ , આપણે આવી બાબતો પર સામૂહિક રીતે વિચારવું પડશે.” મને આમાં ટ્રાયલ કોર્ટ દોષ દેખાતો નથી  કારણ કે તે કાયદાને લાગુ કરવા માટે બંધાયેલી છે. જ્યારે આ કેસમાં  ફરિયાદીને પણ દોષિત ઠેરવી શકાય નહીં. ”

આ કેસમાં વ્યક્તિ અને પીડિતા લાંબા સમય સુધી સાથે રહ્યાં કારણકે આ વ્યક્તિ જામીન પર હતો. તેમજ નીચલી અદાલતે પણ આ તથ્ય પર ધ્યાન આપ્યું કે આ વ્યકિત અને પીડિતા એક બીજા સાથે પતિ પત્ની તરીકે રહેતા હતા અને તેમને બાળકો પણ હતા.

આ કેસની મહત્વની બાબત અંગે જણાવતા કોર્ટે કહ્યું કે ના તો બે બાળકોની માતા પીડિતા છે અને ન તો પિતા બળાત્કારનો ગુનેગાર છે. આ વ્યકિતને જન્મ અને પિતૃત્વથી ઇન્કાર કર્યો નથી. તેમ છતાં ભારતીય ફોજદારી કાયદા મુજબ કલમ 376 હેઠળ તેને ગુનેગાર ગણવામાં આવ્યો છે.

હકીકતમાં સત્ર કોર્ટ આ તથ્યથી માહિતગાર હતી કે પીડિતા અને વ્યક્તિએ એકબીજા સાથે લગ્ન કરી લીધા છે. કારણ કે અદાલતે તેના ચુકાદામાં કહ્યું હતું કે બંને પતિ પત્ની તરીકે રહે છે અને આ રીતે કોઇ પણ સરકાર જોડેથી પ્રાપ્ત વળતર કે સહાયતા પરત આપવાની જરૂર છે.

જસ્ટિસ ઉપાધ્યયે મૌખિક રીતે કહ્યું કે ” સિસ્ટમ આપણી પર હસી રહી છે કારણ કે 16 વર્ષથી વધુ વયની યુવતીએ પોતે જે એ વ્યક્તિ સાથે લગ્ન કર્યા અને બાળકોને જન્મ આપ્યો અને તેનો પતિ બળાત્કારના ગુનામાં જેલમાં છે.”

તેમણે કહ્યું કે ” આ પીડિતા આરોપીના હાથે પીડિત નથી થઈ પરંતુ સિસ્ટમના હાથે પીડિત થઈ છે. જેના પરિણામ રૂપે અદાલત એ ચુકાદો આપે છે કે હવે અપીલકર્તાને વધુ સમય સુધી જેલમાં રાખી શકાય નહિ.

અદાલતે ટિપ્પણી કરતા કહ્યું કે આવા તથ્ય આધારિત કેસમાં દોષશુધ્ધિની સ્થિરતા વિષે વ્યાપક મુદ્દાની પણ ન્યાયાલય દ્વારા તપાસની જરૂર હોય શકે છે. જેની પર પછી વિચાર કરી શકાય છે.

આ ઉપરાંત એ આદેશ પણ આપવામાં આવે છે અપીલ કર્તાને વિશેષ ન્યાયાધીશ( પોસ્કો) અને ત્રીજા અધિક સત્ર ન્યાયાધીશ જૂનાગઠ દ્વારા ભારતીઉ ફોજદારી ધારાણી કલમ 376 અને પોકસો એકટની કલમ 4,6,8 અને 12 અંતર્ગત સજા આપવાની અરજી સસ્પેન્ડ રહેશે.

તેમજ આ વ્યક્તિને બિનશરતી જામીન આપવાની જરૂર છે. તેમજ એ જોવા માટે કે પ્રક્રિયાના ભાગરૂપે આમાં કોઇ મુશ્કેલી નથી તેની માટે અપીલ કર્તાને 100ને વ્યકિતગત બોન્ડ પર જામીન પર મુક્ત કરવામાં આવે.

(5:57 pm IST)