Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

સુરતના રિંગ રોડ નજીક સાંજના સુમારે કારના આગળના ભાગે આગ ભભૂકી ઉઠતા અફડાતફડી મચી જવા પામી

સુરત: શહેરનારિંગ રોડ ખાતે આવેલ ખાનગી હોસ્પિટલ પાસે ગઈકાલે સાંજે કારના આગળના ભાગે આગ ભડકી ઉઠતા રસ્તા પર દોડધામ મચી ગઈ હતી.

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળેલી વિગત  મુજબ મજૂરાગેટ ખાતે આવેલી હીરાની ઓફિસમાં કામ કરીને હડીયા ગુણાભાઈ ગુરુવારે સાંજે કાર લઈને ઘરે જવા માટે નીકળયા હતા. તે સમયે રિંગ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલ પાસે કારમા એન્જીનના ભાગે આગ ભડકી ઉઠી હતી જેના લીધે ત્યાંથી પસાર થતાં અને ત્યાં હાજર લોકોમાં દોડધામ મચી ગઈ હતી. જેથી ચાલકે કાર ઊભી રાખી તરત નીચે ઉતરી ગયો હતો. જેથી તેનો આબાદ બચાવ થયો હતો અંગે જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને થોડા સમયમાં આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે આગ કાબુમાં આવતા ત્યાં હાજર લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો બાદમાં ત્યાં જામ થયેલું ટ્રાફિક પોલીસે હળવું કર્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

(5:35 pm IST)