Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

વડોદરામાં તસ્કરોનો તરખાટ:રાવપુરા પોલીસ સ્ટેશન નજીક 6 દુકાનના તાળા તૂટતાં ચકચાર

વડોદરા:શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવી  પોલીસના નાઈટ પેટ્રોલીંગ સામે પડકાર ફેંકી રહ્યા છે વડોદરામાં ચોરીનો સિલસિલો અટકતા નગરજનોને ભયના ઓથા હેઠળ જીવવાનો વારો આવ્યો છે. તેવામાં ગુરૂવારે રાત્રી કર્ફ્યુ દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ રાવપુરા પોલીસ મથકની નજીક 06 જેટલી દુકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

ગુરૂવારે રાત્રી કર્ફ્યૂ દરમિયાન રાવપુરા પોલીસ સ્ટેશન નજીક તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો એક સાથે જેટલી દુકાનોના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની માહિતી સામે આવી છે. પોલીસ મથક નજીક તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરતાં લોકમુખે ભારે ચર્ચાએ જોર પકડયું છે. ફર્નિચર,સ્પોર્ટ અને શોરૂમ સહિત 06 દુકાનોના તાળા તોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં જાણવા મળી છે. હાલ રાવપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી દુકાનદારોના નિવેદન અને સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ આરંભી છે.

(5:34 pm IST)