Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

વડોદરાના સમા સાવલી રોડ નજીક પીકઅપ વાનના ચાલકે બાઈક ચાલકને હડફેટે લેતા ઘટનાસ્થળેજ મોત

વડોદરા:સમા સાવલી રોડ પર  બ્રિજ ઉતરતા રોડ પર સ્કૂટરચાલકને અડફેટે લઇ સ્થળ  પર મોત નિપજાવી ભાગી જનાર પીકઅપ વાનના ચાલકની હરણી પોલીસે શોધખોળ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,ન્યુ સમારોડ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ પાસે મહાકાળી સોસાયટીમાં રહેતા ઇશ્વરભાઇ વિઠ્ઠલભાઇ પ્રજાપતિ નિવૃત્ત જીવન ગુજારે છે.

આજે બપોરે પોણા બાર વાગ્યે તેઓ ઘરેથી સ્કૂટર લઇને ફરસાણ લેવા નીકળ્યા  હતા.સમા સાવલી  રોડ  બ્રિજ ઉતરતા એક પીકઅપવાનના ચાલકે સ્કૂટરને ટક્કર મારતા ઇશ્વરભાઇ પ્રજાપતિ રોડ પર ફંગોળાયા હતા.અકસ્માત કરીને પીકઅપવાનનો ચાલક ભાગી ગયો હતો.ઇશ્વરભાઇને માથામાં ગંભીર ઇજા થતા તેમનું સ્થળ પર  જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતુ.પાછળથી આવતી એસ.ટી.બસના ચાલકે બસ સાઇડ પર ઉભી રાખી પોલીસ કંટ્રોલરૃમમાં જાણ કરી હતી.

(5:34 pm IST)