Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

અમદાવાદ: સૈજપુર બોઘા વોર્ડમાં જૂની ચાલીની પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ પડતા હજારો લીટર પાણી વેડફાયું

અમદાવાદ: સૈજપુર બોધા વોર્ડમાં જુની ચાલીના નાકે પાણીની લાઇનમાં ભંગાણ પડતા છેલ્લા બે દિવસથી હજારો લીટર પાણીનો વેડફાટ થઇ રહ્યો છે. ઘર, દુકાનની આજુબાજુમાં તેમજ રોડ પર પાણી ફરી વળતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે. અનેક મકાનોમાં અપુરતું અને ઓછા પ્રેસરથી પાણી આવતા પાણીની તંગી પણ લોકોએ ભોગવી હતી.

જુની ચાલીના નાકે અગાઉ નવી પાણીની લાઇન નાંખવામાં આવી હતી. પરંતુ ત્યાં વારંવાર પાણીની લાઇન લીકેજ થતી રહેતી હોવાની રહીશોની ફરિયાદ છે. ગઇકાલે બુધવારે સાંજે પાણીની લાઇન લીકેજ  થતા હજારો લીટર પાણી રોડ પર રેલાયું હતું

અંગે સ્થાનિકો દ્વારા મ્યુનિ.તંત્રમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા પુરતંા  ધ્યાન આપવામાં આવતા ગુરૂવારે સવારે  અને સાંજ ેપણ રોડ પર પાણી રેલાયું હતું. જેના કારણે અનેક લોકો પરેશાન થયા હતા. એકબાજુ જેસીબી મશીનથી ખાડો ખોદવામાં આવી રહ્યો છે અને બીજી બાજુ પાણી રોડ પર ફરી વળતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. લાઇનની કામગીરી સત્વરે પુરી કરવામાં આવે, વારંવાર લીકેજ થતું રોકવામાં આવે તેવી માંગણી રહીશો કરી રહ્યા છે.

(5:34 pm IST)