Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

આણંદ જિલ્લાના વહેરાખાડી મુખીવાળા ફળિયામાં સગીર બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમને અદાલતે દસ વર્ષની સજાની સુનવણી કરી

આણંદ:જિલ્લાના વહેરાખાડી મુખીવાળા ફળીયામાં રહેતા ગોપાલભાઇ બાબુભાઇ ચોકેકર મહિના અગાઉ એક સગીર દિકરીને મોટર સાયકલ પાછળ બેસવા જણાવ્યુ હતુ.સગીરાએ ના પાડતા કહેલ કે જો તુ મોટર સાયકલ પર નહી બેસે તો તારો અકસ્માત કરીશ તેવી બીક આપી મોટર સાયકલ પર બેસાડી હતી.નડિયાદ શહેરના વૈશાલી ગરનાળા થી દંતાલી ગામની સીમમાં આવેલ ઝાડી ઝાખરાવાળી જગ્યાએ લઇ ગયો હતો.જ્યા સગીર દિકરીની મરજી વિરુધ્ધ આરોપીએ બળજબરીથી બળાત્કાર કર્યો હતો. બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આજરોજ કેસ નડિયાદ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ પી.આર.તીવારીએ કોર્ટ સમક્ષ કુલ- આઠ સાહેદોના પુરાવા અને ચૌદ દસ્તાવેજી પૂરાવાઓ રજૂ કર્યા હતા.તેમજ સમાજમાં આવા ગુનાઓ ઓછા બને અને સગીર દિકરીઓ પર થતા બળાત્કારના કિસ્સાઓ બંધ થાય તે માટે દલીલ કરી હતી.જે દલીલો કોર્ટે માન્ય રાખી આરોપી ગોપાલભાઇ ચોકેકરને ગુનેગાર ઠેરવ્યો છે.કોર્ટે આરોપીને .પી.કો કલમ ૩૭૬()(આઇ) ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદની સજા તથા રૂા. ૧૦, ૦૦૦ નો દંડ, દંડ ભરે તો વધુ વર્ષની સાદી કેદની સજા, પોક્સો એકટની કલમ () સાથે વાંચતા ના ગુનામાં ૧૦ વર્ષની સખત કેદનીસજા તથા રૂા. ૧૦, ૦૦૦ દંડ, દંડ ભરે તો વધુ વર્ષની સાદી કેદની સજાનો હુકમ કર્યો  છે.સરકારના નોટીફીકેશન મૂજબ ભોગબનનારને રૂા. , ૦૦, ૦૦૦ નુ વળતર ચૂકવવાનો તથા આરોપીએ રૂા. , ૦૦, ૦૦૦ ભોગબનનારને ચૂકવી આપવાનો હુકમ કર્યો છે.

(5:33 pm IST)