Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

ગાંધીનગરમાં અલગ અલગ સેક્ટરોમાં રિંગરોડ પહોળા કર્યા વગર જ ડિવાઈડર ઉભા કરી દેવામાં આવતા અકસ્માતનો ભય વધ્યો

ગાંધીનગર:શહેરની રચના કરવામાં આવી ત્યારે આગામી પ૦ વર્ષની વસ્તીને ધ્યાને રાખીને માર્ગોની પહોળાઈ રાખવામાં આવી હતી. પરંતુ ગાંધીનગરમાં કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યા બાદ શહેરના માર્ગો ઉપર નવા નવા અખતરા કરવામાં આવી રહયા છે તેમાં પણ હવે સ્માર્ટ સીટી હેઠળ આવતી કરોડો રૃપિયાની ગ્રાન્ટ કયા વાપરવી તે પ્રશ્ન ઉદભવી રહયો છે ત્યારે ગાંધીનગર શહેરના અલગ અલગ સેકટરોમાં રીંગરોડ પહોળા કરવા માટે કામગીરી શરૃ કરવામાં આવી છે. ફોરલેનના રીંગરોડ બનાવવા માટે રોડની વચ્ચે ડીવાઈડર અને ત્યાં સ્ટ્રીટલાઈટ લગાડવાનું આયોજન છે. જો કે માર્ગો પહોળા કર્યા પહેલા રોડની વચ્ચોવચ ડીવાઈડર ઉભા કરી દેવાના કારણે વસાહતીઓ ત્રસ્ત થઈ ગયા છે કેમકે માર્ગો સાંકડા થઈ જવાથી અકસ્માતનો ભય તોળાઈ રહયો છે. રાત્રીના સમયે માર્ગો ઉપર સ્ટ્રીટલાઈટના અભાવે હાલ અકસ્માતનું જોખમ તોળાઈ રહયું છે. અગાઉ સે-રરમાં રીંગરોડ પહોળો કરવાનું કામ શરૃ થયું ત્યારે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો અને પહેલા માર્ગ પહોળો કરી પછી ડીવાઈડર બનાવો તેવી રજુઆત કરી હતી. પરંતુ કોઈ રજુઆત ધ્યાને લેવાઈ નહોતી અને સે-રર બાદ તબક્કાવાર સે-ર૧ર૩ર૬ર૭ અને ર૮માં પણ રીંગરોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે પરંતુ માર્ગ પહોળો કર્યા પહેલા વચ્ચે ડીવાઈડર ઉભા થઈ જવાના કારણે લોકો ત્રસ્ત થઈ ગયા છે. હવે ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિમાં વસાહતીઓની મુશ્કેલીમાં વધારો થશે તે નકકી છે.

(5:32 pm IST)