Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

ગાંધીનગર જિલ્લાના સાંતેજ તાલુકાના મકાનમાં ધમધમતા જુગારધામ પર પોલીસે દરોડા પાડી 6 શકુનિઓને ઝડપી પાડયા

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામા જુગારની પ્રવૃતિ ધમધમી ઉઠી છે ત્યારે સાંતેજ પોલીસે બાતમીના આધારે ગામમાં આવેલા મકાનમાં દરોડો પાડીને તીનપત્તીનો જુગાર રમતાં શખ્સોને ઝડપી લીધા હતા જયારે એક શખ્સ ભાગી જવામાં સફળ રહયો હતો. પોલીસે ઝડપાયેલા જુગારીઓ પાસેથી ૩૯૫૭૦ની રોકડ કબ્જે કરી હતી અને તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.   

શ્રાવણ મહિનો શરૃ થતાંની સાથે જિલ્લામાં જુગારની પ્રવૃતિ ધમધમી ઉઠી છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઠેકઠેકાણે જુગારીઓ સક્રિય થયા છે. સાંતેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે સાંતેજ ગામે મોટા ઠાકોરવાસના મકાનમાં કેટલાક ઈસમો ભેગા મળીને તીનપત્તીનો જુગાર રમી રહયા છે જે બાતમીના પગલે પોલીસે દરોડો પાડતાં જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી તો એક જુગારી ભાગી જવામાં સફળ રહયો હતો. પોલીસે અહીંથી જુગાર રમતાં સાંતેજ ગામના દિનેશજી ભઈજીજી ઠાકોરબળદેવજી પુંજાજી ઠાકોરભાવેશજી અંબારામજી ઠાકોરરાજેશજી ગાભાજી ઠાકોરઅજીતજી નારણજી ઠાકોર અને વનરાજ દશરથજી ઠાકોરને ઝડપી લીધા હતા. જયારે ભાગી ગયેલા શખ્સ સંદર્ભે પુછતાં તે સાંતેજના અંબાજી પરૃનો અર્જુનજી વાઘાજી ઠાકોર હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જુગારીઓ પાસેથી ૩૯૫૭૦ની રોકડ કબજે કરીને તેમની સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

(5:32 pm IST)