Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

મહેસાણાથી ચાણસ્મા હાઇવે પર આવેલ લણવા ગામ નજીક દૂધ ભરેલ ટેન્કરે કારને હડફેટે લેતા એકજ પરિવારના ત્રણ સભ્યોના મોત

મહેસાણા: ચાણસ્મા તાલુકાના મુલથાણીયા ગામમાં પોતાના કુટુંબમાં સીમંતનો પ્રસંગ હોવાથી સુરત ખાતે સ્થાયી થયેલા જૈમીનભાઈ પટેલ પોતાના પરિવારને લઈ સુરતથી કારમાં આવી રહ્યા હતા. ગુરુવારે સવારે તેઓ મુલથાણીયાથી માંડ અડધો કિલોમીટર દૂર હશે તે વખતે માર્ગમાં લણવા ગામ નજીક ચાણસ્માથી મહેસાણા તરફ આવી રહેલ દૂધ ભરેલી ટેન્કરના ચાલકે ધડાકાંભેર તેમની કારને ટક્કર મારી હતી. જેમાં કારનો ભુક્કો બોલી ગયો હતો. અકસ્માતમાં જૈમીનભાઈ તળશીભાઈ પટેલ તેમની ત્રણ વર્ષની માસુમ દીકરી ખુશી તેમજ આશીષ મનુભાઈ પટેલનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે પરિવારના બે ઈજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે લણવા સરકારી હોસ્પિટલમાંખસેડવામાં આવ્યા હતા. જ્યારે ત્રણેય મૃતદેહને પોસ્ટમોટર્મ માટે લઈ જવાયા હતા. અકસ્માતની જાણ નજીક આવેલા મુલથાણીયા ગામમાં થતાં તેમના સગાસંબંધીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને ગામમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું હતું.

(5:32 pm IST)