Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

મોડાસા તાલુકાના રાજલી ગામે રસીકરણના સ્થાને નશામાં આવેલ શખ્સે ધમાલ મચાવતા પોલીસ ફરિયાદ

મોડાસા:તાલુકાના રાજલી ગામે સરકારી કાર્યક્રમ હેઠળ રસીકરણ હાથ ધરાયું હતું.પરંતુ ગ્રામજનોને રસી આપવાના સ્થળે ગામનો એક શખ્સ દારૂ પી ને આવી ચડતાં અને બેફામ  ગાળો બોલી,રસીકરણ કેન્દ્રની ખુરશી તોડી તરખાટ મચાવતાં રસી મૂકાવવા આવેલા ગ્રામજનો ફફડી ઉઠયા હતા.

જયારે ફરજ પરના આરોગ્ય મહિલા કર્મીએ અંગે આરોગ્ય વિભાગને જાણ કરતા મેડિકલ ઓફીસર દ્વારા વાર પોલીસને જાણ કરી સ્થળ ઉપર બોલાવવા છતાં કોઈ પોલીસકર્મી સ્થળ પર નહી ફરકતા ફરી એકવાર જિલ્લામાં દારૂડીયા,બુટલેગર અને પોલીસની દોસ્તી જગજાહેર બની હતી. જયારે પ્રકરણે જવાબદારો સામે પગલા ભરવા માંગ ઉઠી છે. ઘટનામાં દારૂડીયાની ધમાલનો વીડીયો ધૂમ વાયરલ થયો હતો.

મોડાસા તાલુકાના રાજલી ગામે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ કાર્યક્રમ  યોજાયો હતો. કાર્યક્રમમાં ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા અને રસી મેળવી રહયા હતા. પરંતુ રસીકરણ દરમ્યાન ગામનો એક શખ્શ દારૂ ઢેંચી છાટકો બની રસીકરણ કેન્દ્રમાં બેખોફ થઈ પ્રવેશ્યો હતો અને ફરજ પરના આરોગ્ય કર્મીઓને ધામ ધમકી આપી,ડરાવી દારૂડીયાએ તરખાટ મચાવ્યો હતો.ગાળો બોલી રહેલા શખ્સે  કેન્દ્રની ખુરશી તોડી નાખી નુકશાન પહોંચાડયું હતું.અને દારૂડીયાની બીકે રસી મૂકાવવા આવેલા ગ્રામજનો ભાગી ગયા હતા.

દારૂડીયાના તરખાટથી ફફડાટ અનુભવી રહેલ ફરજ પરના મહિલા કર્મીએ મેડીકલ ઓફિસરને જાણ કરતાં અધિકારીએ નજીક ના પોલીસ સ્ટેશને વારંવાર જાણ કરવા છતાં ઘટના બાદ પણ કોઈ પોલીસ કર્મી સ્થળ ઉપર ફરકયો હતો. મેડિકલ ઓફિસરના જણાવ્યા મુજબ વાર પોલીસને ફોન કરી જાણ કરવા છતાં કોઈ સુરક્ષા કર્મી ઘટના સ્થળે નહી આવતાં પોલીસની કામગીરી સામે પ્રશ્નો ઉઠયા છે. 

(5:30 pm IST)