Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

ઈડરિયા ગઢના ડુંગરોમાં ખનનની કામગીરી રોકવા લોકોએ સ્વયંભૂ ધંધા રોજગાર બંધ રાખી ગઢ પ્રત્યેનો પ્રેમ દર્શાવ્યો

ઇડરિયા:ગઢના ડુંગરોમાં છેલ્લા કેટલાક વર્ષોથી લીઝધારકો દ્વારા ખનનની કામગીરિ ચાલી રહી છે. સતત ચાલતી ખનન પ્રવૃત્તિને કારણે ડુંગર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક દોલત વિલાસ પેલેસ સહિત અસંખ્ય પ્રાચિન સ્મારકોના અસ્તીત્વ સામે ખતરો ઉભો થયો છે. પ્રાચિન સ્મારકો નામશેષ થાય તો ઇડરની ઓળખ ભૂસાઈ જાય તેવી ભીતીને કારણે વર્ષ ૨૦૧૭માં પ્રથમવાર જન આંદોલન ઉભુ થયું હતું. આંદોલનમાં જનતાનો આક્રોશ જોઈ જે તે વખતે સરકારે ખનન પ્રવૃત્તિ પર રોક લગાવી દીધી હતી. પરંતુ ત્યારબાદ ફરીવાર હાઈકરોટના નિર્દેશ બાદ કલેકટરના હુક્મથી ખનન કામગીરિ ધમધમવા લાગતાં ગઢ બચાવો સમિતિ સક્રિય થઇ હતી. સમિતિએ મામલે આવેદનપત્ર આપી ખનની પ્રવૃત્તિ અટકાવવા માંગ કરી હતી. જો કે આવેદન થકીના વિરોધની ઝાઝી અસર દેખાતાંગુરૂવારે ઇડર બંધનું એલાન અપાયું હતું.

બંધના એલાને વિવિધ સમાજ ઉપરાંત સામાજીક-ધાર્મિક સંગઠનો તથા માર્કેટ યાર્ડ વેપારી એસોસીએશનવકિલ મંડળ અને આઈ.એમ.. ઇડર બ્રાન્ચનું સમર્થન મળ્યું હતું. સમર્થનને કારણે ઇડર સજ્જડ બંધ રહ્યું હતું. લોકોએ સ્વયંભુ ધંધા રોજગાર બંધ રાખી ગઢ માટેની લડત ચલાવનારાઓની હિંમત વધારી હતી.

(5:29 pm IST)