Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ વ્હોટ્સએપ સિસ્ટમ લોન્ચ કરી

વિદ્યાર્થીઓને મોબાઇલ પર હોલ ટિકીટ, પરીણામ, સર્ટિફીકેટ ઉપલબ્ધ બનશે

સુરત, તા. ૧૩ : સમગ્ર  દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓ અને ૧ કેન્દ્રશાસિત પ્રદેશ મળીને કુલ ૧૭પ૦૦ સ્કવેર કિલોમીટરનો વિશાળ વિસ્તાર ધરાવતી અને સવા કરોડ જેટલી વસતિને ઉચ્ચ શિક્ષણની સેવાઓ પ્રદાન કરતી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની સેવાઓને સારી બનાવતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પોતાની વ્હોટ્સએપ ચેટબોટ સિસટમ લોંચ કરી છે. ચેટબોટ વીર નર્મદા યુનિવર્સિટીની માહિતી પુરી પાડશે.  હાલમાં વીર નર્મદા યુનિવર્સિટી અંગેની માહિતી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિવિધ ડિપાર્ટમેન્ટ અંગેની માહિતી, પ્રવેશ પ્રક્રિયા અંગેની માહિતી પરીક્ષા સમયપત્રક અંગેની માહિતી, પરીક્ષા પરીણામ અંગેની માહિતી, હોલ ટિકિટની પ્રાપ્તિ અંગેની માહિતી એફિલિયેટેડ કોલેજો અંગેની માહિતી તેમજ સંપર્ક અંગેની માહિતી સિસ્ટમમાં કરવામાં આવી છે. તબક્કાવાર વીર નર્મદ યુનિવર્સિટીને સ્પર્શતી તમામ બાબતો ચેટબોટ પરથી મળવાનું શરૂ થશે.

(3:48 pm IST)