Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

ધરમપુરમાં અંતરીયાળ અવલખાંડીમા ગાંજાની ખેતી પકડાતા ચકચાર: જિલ્લા એસઓજીની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું

જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન થી એસઓજી પીઆઈ વી. બી. બારડની ટીમે મિશન પાર પાડ્યું :કારેલા અને આંબાની આડમાં વાવેલા ગાંજાના ૧૬૯ છોડ મળ્યા: રૂ. ૨.૧૬ લાખની કિંમતના ગાંજાના ૨૧.૬૬ કિલો છોડ કબજે કરાયા: ૧૬ વર્ષ પહેલા પણ કલવાડા ગામમાંથી ગાંજા નું ખેતર પકડાયું હતું ૨૯૭ છોડ કબજે કરાયા હતા

(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન થી બે નંબરી ધંધો કરનાર પર પોલીસ હાવી બની છે વલસાડ જિલ્લાની SOGની ટીમને મળેલી બાતમીના આધારે ધરમપુરના અવલખડી ખાતે એક ઘરની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં ગાંજાના છોડ રોપી ઉછેર કરી રહ્યો હોવાની બાતમી મળતા વલસાડ SOGની ટીમે રેડ કરતા 2.65 લાખની કિંમતના 165 ગાંજાના છોડ ઝડપી પાડયા હતા. ઘર માલિકને વોન્ટેડ જાહેર કરી ધરમપુર પોલીસ મથકે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.વલસાડ જિલ્લાની SOGની ટીમને મળેલી બાતમીના આધારે ધરમપુર તાલુકાના અવલખંડી ગામના નવા પાડા ફળિયામાં રહેતા દેવુભાઈ રામુભાઈ રાઉતના રહેણાંક મકાનમાં રેઇડ કરતા દેવું રાઉત ઘરે હાજર નહીં મળ્યો હતો. જેથી ત્યાં હાજર દેવુ રાઉતની પત્ની ને SOGની ટીમે અને પોલીસે સમન્સ આપી તેણીને સાથે રાખી દેવુ રાઉતના મકાન અને કબજા વાળી વાડીમાં તપાસ કરતા બંને જગ્યાએથી પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજાના છોડ જેવા દેખાતા છોડનું વાવેતર કર્યું હોવાનું જણાયું હતું.

આ અંગે જાણ કરાતા સ્થળ પર આવેલા એફએસએલ અધિકારીએ આ છોડ પૈકી એક છોડમાંથી જરૂરી નમૂનો લઈ પ્રાથમિક રાસાયણિક પરીક્ષણ કરતા તેમાં મેરીજૂઆના માટેનું સકારાત્મક પરિણામ મળતા પોલીસે બંને જગ્યાએથી લીલા ગાંજાના કુલ 165 છોડ જેની કિંમત રૂપિયા 2,16,600અને વજન 21.660સાથે એફએસએલ સેમ્પલ અને રિઝર્વ સેમ્પલ માટે 04 છોડ મળી કુલ 169 છોડ કબજે કર્યા હતા. અને દેવું રામુભાઈ રાઉતની વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)