Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

પાંચ લાખની લાંચના આરોપી મહિલા સરપંચ દ્વારા એક લાખ એડવાન્સ લેવાયા હતા, પુરૂષોને લાંચના ક્ષેત્રમાં પણ ટકકર!!!?

માઈન્સ એન્ડ મિનરલ કંપનીના બાંધકામ મામલે બોર્ડર રેન્જના એસીબીના મદદનીશ નીયામક કૃષ્ણ કુમારસિંહ ગોહિલની તપાસમાં ચોંકાવનારી બાબતો ખુલ્લી : મહિલા સરપંચ વતી તેમના પતિ અને બે પરિચિતે લાંચ સ્વીકારી, અટક કરવા તુરત કાર્યવાહી થયેલ, બોર્ડર રેન્જમાં એસીબી કાર્યવાહીથી ફરિયાદીઓ હિંમતપૂર્વક આગળ વધી રહ્યા છે

રાજકોટ તા.૧૩,  પોતાના પતિ તથા એક સંબંધીને વચ્ચે રાખી માઈન્સ એન્ડ મિનરલ કંપનીમાં રેવન્યુ લગતું કામ કરવાના હેતુથી બાંધકામ માટે ગ્રામ પંચાયતની આકારની વિગેરે મંજૂરી આપવા માટે ભુજ પંથકના કુકમા ગામના સરપંચ દ્વારા લાંચ માંગણીના આરોપસર ભુજ એસીબી સમક્ષ થયેલ ફરિયાદ આધારે એસીબીના બોર્ડર રેન્જ મદદનીશ નિયામક કૃષ્ણ કુમાર સિહ ગોહિલના સુપરવિઝન હેઠળ થયેલ ફરિયાદ સંદર્ભે કુકમા ગામના સરપંચ કંકું બેનના પતિ અમૃતભાઈ તથા સરપંચના સંબંધીઓ રવજીભાઈ તથા રિતેશભાઈને નાણા સ્વીકારતા ભુજ એસીબી પીઆઇ એમ. જે. ચૌધરી ટીમ દ્વારા ઝડપી લય આગળની કાર્યવાહી શરૂ કર્યાનું એસીબી સૂત્રો જણાવે છે.

એસીબીનાં મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલ દ્વારા બોર્ડર રેન્જ એસીબી મદદનીશ નીયામકનો ચાર્જ લીધા બાદ  લાંચિયા તત્વો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવાના કારણે વધુ એક ફરિયાદી આગળ આવ્યા છે. 

 ફરિયાદી દ્વારા એસીબી પાસે થયેલ રજૂઆત મુજબ ઔધોગિક બાંધકામ કરવા તથા આકારણી અને બાંધકામ મામલે રૂકાવટ નહિ કરવા આરોપી સરપંચ દ્વારા ફરિયાદી પાસેથી પાંચ લાખ માગેલ. એકલાખ એડવાન્સ પણ લીધા હતા.  

 મદદનીશ નિયામક કૃષ્ણ કુમારસિંહ ગોહિલની તપાસમાં બાકીના ૪ લાખની રકમ તેમના પતિ અને તેવોના પરિચિત સંપર્ક કરશે તેમ આરોપી સરપંચ દ્વારા જણાવ્યું હતું તેમ બહાર આવ્યું છે. ફરિયાદી લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીનો સંપર્ક સાધતા એસીબી દ્વારા ગોઠવાયેલા છટકામાં આરોપી સરપંચ વતી તેમના પતિ અને બે પરિચિત લાંચ સ્વીકારતા ઝડપાઇ ગયા હતા,આરોપીના પતિ, બે પરિચિતોને અટક કરવાની કાર્યવાહી થયેલ.

(11:43 am IST)