Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

સુરતમાં મળતી 'ફેન્ટા ઓમલેટ' સોશિયલ મીડિયા પર થઈ ફેમસ!

આ ઓમલેટ પર ચીઝ નાખવામાં આવે છે અને ફેન્ટાની સાથે જ ગ્રાહકને પીરસવામાં આવે છે : ઈંડાની ગ્રેવીની સાથે-સાથે ફેન્ટા નાખીને તેમાં મસાલો, બટાકાનો માવો અને ગ્રીન ચટણી મિકસ કરવામાં આવે છે : જેની કિંમત રૂપિયા ૨૫૦ હોવાનું જાણવા મળી રહ્યું છે

સુરત,તા.૧૩: સુરત શહેર ખાણીપીણી માટે ખૂબ જ ફેમસ છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં સુરતની ફેન્ટા ઓમલેટ જોવા મળી રહી છે. સુરતમાં પ્રખ્યાત એવી આ ઓમલેટ કોલ્ડડ્રીંક ફેન્ટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જેની કિંમત રૂપિયા ૨૫૦ હોવાનું જાણવા મળી રહ્યું છે.

સુરતના અડાજણ રોડ પર મળતી ફેન્ટા ઓમલેટ બનાવવા માટે ઈંડાની ગ્રેવીની સાથે-સાથે ફેન્ટા નાખીને તેમાં મસાલો, બટાકાનો માવો અને ગ્રીન ચટણી મિકસ કરવામાં આવે છે. પછી આ ઓમલેટ પર ચીઝ નાખવામાં આવે છે અને ફેન્ટાની સાથે જ ગ્રાહકને પીરસવામાં આવે છે.

એક ટ્વિટર યૂઝરે ફેન્ટા ઓમલેટનો વિડીયો શેર કર્યો છે. તેણે આ વિડીયો શેર કરતા લખ્યું કે 'માતા મને ઉઠાવી લો કારણકે આ લોકો ફેન્ટાને ઈંડા સાથે ફ્રાય કરી રહ્યા છે'. હવે સોશિયલ મીડિયા પર આ વિડીયોને લોકોની વિવિધ પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

(10:23 am IST)