Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

નર્મદાના ખાબજી મંડાળાની સીમમાં સિંહ દેખાયા હોવાના ફોટા સોસીયલ મીડિયામાં ફરતા થતા લોકોમાં ફફડાટ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જીલ્લાના ડેડીયાપાડા તાલુકાના ખાબજી મંડાળાની સીમમાં સિંહ દેખાયા હોવાની વાતે ઘણા દિવસોથી લોકોમાં ફફડાટ ફેલાયો હતો પરંતુ આખરે આ બાબત ખોટી હોવાની પુષ્ટિ થતા સૌએ રાહત અનુભવ છે.
  મળતી માહિતી મુજબ ખાબજી મંડાળાની ગામ તરફની સીમમાં કદાવર સિંહ ફરે છે તેવા મેસેજ સાથે સિંહના ફોટા ઘણા દિવસથી સ્થાનિકો ના સોસીયલ મીડિયામાં ફરતા થતા લોકો ભારે ભય અનુભવતા હતા.જોકે ત્યાંના સ્થાનિક રહીશ હિતેન્દ્રભાઈ વસાવા ના જણાવ્યા મુજબ અમારા લોકોના મોબાઈલ ના વોટ્સએપ પર ઘણા દિવસથી સિંહ ફરતા હોવાના ફોટા વાયરલ થતા ગામ અને આસપાસ ના લોકોમાં ભય ફેલાયો હોવાથી લોકો ખેતરમાં જતા આવતા પણ ફફડી રહ્યા હતા જોકે સિંહ જે ખેતર માં ફોટા માં બતાવ્યો છે તેવા આ તરફની સીમમાં કોઈ ખેતર નથી.
  આ માટે જે. એ.ખોખર રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર, સોરાપાડા રેન્જ સાથે વાત કરતા આ વાયરલ થયેલા ફોટા ગીર નક હોવાનું જાણવા મળ્યું હતું સાથે સાથે આવા કોઈ સિંહ આપણા વિસ્તાર માં નથી તેમ આરએફઓ એ જણાવતા આ વાયરલ ફોટા ખોટા હોવાનું બહાર આવતા હવે સ્થાનિકો એ રાહત મેળવી છે.

(10:45 pm IST)