Gujarati News

Gujarati News

News of Friday, 13th August 2021

રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજપીપળા રાખડી બજારમાં મંદી નો માહોલ જોવા મળ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર દેશ જ્યારે કોરોના મહામારીમાંથી પસાર થયો છે ત્યારે હાલમાં ભલે કોરોનાના કેસ નહિવત નીકળે છે પરંતુ હજુ બજારોમાં માલની અછત અને મોંઘવારીના કારણે મોટા તહેવારો માં મંદી જોવા મળી રહી છે.
  ભાઈ બહેનનો પવિત્ર પર્વ રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં રાખડીની દુકાનોમાં ગણ્યા ગાંઠ્યા ગ્રાહકો જોવા મળે છે જેમાં મુખ્ય બાબત બહારથી આવતા માલમાં આ વર્ષે કારીગરોની અછત વચ્ચે મજૂરીકામ મોંઘું થતા છૂટક વેચાણ થતી રાખડીના ભાવ આસમાને પહોંચતા મધ્યમ, ગરીબ વર્ગો માટે બળેવનો પર્વ નિરસ લાગી રહ્યો છે જે રાખડીઓ 10 કે 20 રૂપિયામાં મળતી હતી તેના આ વર્ષે બમણા ભાવ થતા બહેનોનું બજેટ આસમાને પહોંચતા ભાઈ બહેનના આ પવિત્ર પર્વે ખરીદી કરતી બહેનોમાં જોઈએ તેટલો ઉત્સાહ જણતો નથી અને વેપારીઓ પણ આ મંદિના કારણે ધંધા પડી ભાંગતા નિરાશ જોવા મળ્યા છે.

(10:18 pm IST)