Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

રાજપીપળામાં માછી સમાજના સમૂહ લગ્નમાં સંતો, પાલિકા પ્રમુખ સહિતનાઑએ નવ દંપતીને આશીર્વાદ આપ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલના મેદાનમાં યોજાયેલા માછી સમાજના સમૂહ લગ્ન શાંતિ પૂર્ણ રીતે સમાપન થયું હતું જેમાં ચાર નવયુગલોને લગ્નગ્રંથિથી જોડાયા બાદ ત્યાં સ્ટેજ ઉપર હાજર સ્વામિનારાયણ સંપદ્રાયના સિદ્યેશ્વર સ્વામીજી,અખિલ ભારતીય સંત સમિતિ વડોદરાના અધ્યક્ષ શિવરામ દાશજી મહારાજ સહિત સમાજના અગ્રણીઓ અને રાજપીપળા નગર પાલિકાના પ્રમુખ કુલદીપસિંહ ગોહિલ,ઉપપ્રમુખ રવિભાઈ માછી સહિતનાઓએ આ તમામ દંપતીનું લગ્ન જીવન સફળ રહે અને સ્વસ્થ જીવન પસાર કરે તેવા આશીર્વાદ આપ્યા હતા.

(10:27 pm IST)