Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

સાયબર માફિયાના ખાતામાં ફ્રોડ કરેલ રકમ હોઈ તો પણ પરત મેળવી શકાય શરત માત્ર આટલી જ છે

શું તમને આ બાબતની ખબર છે? સાયબર માફિયાઓનો ભોગ બનનાર ગુજરાતના લોકો માટે સુરત સીપી અજયકુમાર તોમર અને એસીપી યુવરાજસિંહ સરવૈયા હૈયે ટાઢક વળે તેવી જાણકારી આપે છે : માત્ર વાતો જ નહિ, ત્રણ ડઝન જેટલા લોકોના લાખો રૂપિયા સાયબર ક્રાઈમ ટીમ દ્વારા પરત પણ અપાવ્‍યા છે

રાજકોટ,તા.૧૩: સામાન્‍ય રીતે લોકો સાયબર ક્રાઈમ માફિયાઓનો ભોગ બન્‍યા બાદ હવે રકમ પાછી નહિ આવે અને પોલીસ મથકના કામ ધંધા મૂકી ધકકા થાશે. તે વધારામાં, આવું સમજી મોટાભાગના લોકો ફરિયાદ કરવાનું ટાળે છે તેવા સમયે લોકોમાં પ્રવર્તતી માન્‍યતા અંગે ખૂબ નવી જાણકારી સૌરાષ્‍ટ્ર, ગુજરાતના લોકોને ‘અકિલા'ના માધ્‍યમથી આપતા સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર અને આવાજ જાગૃત એસીપી સાયબર ક્રાઈમ યુવરાજસિંહ ગોહિલ જણાવે છે કે ગુમાવેલ નણા પરત મળી શકે તે માટે લોકો પોતે જાગૃત થાય તે જરૂરી હોવાનું જણાવી કેટલા લોકોના કેટલા નાણા પરત અપાવ્‍યા તેના દ્રષ્‍ટાંત પુરાવા સાથે લોકોને નિરાશા ખંખેરી ફરિયાદ કરવા પ્રોત્‍સાહન આપી રહ્યા છે.
આજના ઈન્‍ટરેનટ યુગામાં વ્‍યકિતના મોટા ભાગના કામો ઓનલાઈન થઈ ગયા છે, તેમાં પણ ખાસ કરીને આર્થિક વ્‍યવહારો ઓનલાઈન થવાને કારણે લોકોનો સમય બચી રહયો છે. જો કે બીજી તરફ કેટલાક ભેજબાજો દ્વારા લોકોને કોઈપણ ભોગે છેતરી રૂપિયા પડાવી લેવાનો ધંધો પણ પુરજોશમાં ચલાવવામાં આવી રહ્યો છે. અનેક કિસ્‍સાઓમાં લોકો આવા ઓનલાઈન ફ્રોડનો શિકાર બન્‍યા છે.
જોકે સુરત શહેરમાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા લોકો જો તાત્‍કાલિક પોલીસને જાણ કરે અને ખાતાની વિગત આપે તો રૂપિયા પરત મળવાની સંભાવના વધી જાય છે. એક માહિતી પ્રમાણે વર્ષ ૨૦૨૧ અને ૨૦૨૨ના ૧૬ મહિનામાં સાયબર સેલે ૩૭ લોકોને ૨૬.૮૫ લાખ રૂપિયા પરત અપાવ્‍યા છે. સાયબર ક્રાઈમ સેલના એસીપી યુવરાજસિંહ ગોહિલે જણાવ્‍યું કે ભોગ બનનારાના ખાતામાંથી અન્‍ય ખાતામાં રૂપિયા ગયા હોય તો પરત મળવાની સંભાવના વધુ છે.
ઠગના ખાતામાં આ રૂપિયા પડી રહયા હોય ત્‍યારે પણ પરત મળવાની પુરેપૂરી સંભાવના છે. આ ૩૭ એવા કેસ છે જેમાં ઠગે ખાતામાં રૂપિયા ટ્રાન્‍સફર કર્યા બાદ ઉપાડયા ન હતા કે અન્‍ય ખાતામાં ટ્રાન્‍સફર કર્યા ન હતા. આ બધા એવા કેસ છે કે જેમાં ભોગ બનનારે પોલીસને માત્ર જાણ જ કરી છે. તેમણે કોઈ ફરિયાદ નોંધાવી નથી. ગુના નોંધાયા એવા ૭૮ બનાવામાં ૯૨.૪૨ લાખ રૂપિયા રિકવર કરવામાં આવ્‍યા છે.
એસીપી શ્રીગોહિલનું કહેવું છે કે લોકો કેટલીક બાબતોમાં કાળજી રાખે તો ઓનલાઈનન ફ્રોડનો શિકાર થતાં બચી શકે છે.  કોઈ અજાણ્‍યો અને ડેસ્‍ક, કવીટ સપોર્ટ, ટીવ વ્‍યુવર જેવી એપ ડાઉનલોડ કરવા જણાવે તો ડાઉનલોડ કરવી નહીં. અજાણ્‍યાની ફ્રેન્‍ડ રીકવેસ્‍ટ કે વીડિયો કોલ સ્‍વીકારવો નહીં.
એસએમ ઈ-મેઈલ દ્વારા મોકલવામાં આવેલ અજાણી શંકાસ્‍પદ લીંક પર કલીક કરવું નહીં. ઓનલાઈન આપવામાં આવેલ નોકરી માટે કોઈ રજીસ્‍ટ્રેશન ફી ચુકવવી નહીં. લોટરી- ઈનામ લાગ્‍યાના મેસેજ- કોલનો પ્રતિભાવ આપવા નહીં. અજાણ્‍યા સાથે સોશ્‍યલ સાઈડ પર મિત્રતા થયા બાદ તેના દ્વારા મોકલવામાં આવેલ ભેટ માટે કોઈ રૂપિયા ચૂકવવા નહીં.

 

(2:47 pm IST)