News of Saturday, 13th January 2018

સુરતઃ તિરૂપતિ સાડીના માલીક આનંદ સુરેકાનું ટ્રક હડફેટે કમકમાટીભર્યું મોત

ઘટના સ્થળે જ મોતથી ભારે અરેરાટીઃ કાપડના વેપારીઓમાં ઘેરોશોક

રાજકોટ તા. ૧૩ : સુરતમાં કાપડના ટોચના વેપારીનું ટ્રક હડફેટે કરૂણ મોત નિપજતા કાપડ ઉદ્યોગમાં ઘેરો શોક છવાયો છે.

તિરૂપતિ સાડીના માલિક આનંદ નવલ સુરેકા (૪૦) આભવાથી પરત ફરતા હતા ત્યારે અજાણ્યા ટ્રક ચાલકે તેમને ઉડાવી દેતા ઘટના સ્થળે જ મોત નિપજયુ છે. ટ્રક ડ્રાઇવર નાસી છૂટ્યો હતો.

તિરૂપતિ સાડીના માલિક આનંદ નવલ સુરેકા પોતાના નિવાસસ્થાન સૂર્યા પેલેસ, સીટી લાઇટ રોડથી નીકળીને કામ માટે આભવા ગઇકાલે સાંજના સુમારે ગયા હતા. પોતાની ગાડી મારફતે આભવા ગયા બાદ તેઓ સાંજના ૮ કલાકે પરત ફરી રહ્યા હતા. વેસુ સિધ્ધિ વિનાયક મંદિર પાસે પોતાનું વાહન પાર્ક કરીને રસ્તો પસાર કરતા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓને અડફેટે લીધા હતા. ટ્રક ચાલક આનંદ નવલ સુરેકાને અડફેટે લીધા બાદ ત્યાંથી ભાગી છુટયો હતો. આનંદભાઇનું બનાવની સ્થળે જ મોત નિપજયુ હતુ.

અકસ્માતમાં શરીરના બે ટુકડા થઇ ગયા હતા. બોડીને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવાઇ હતી. બનાવની જાણ ડુમસ પોલીસ મથકમાં કરવામાં આવતા પીઆઇ સહિતનો સ્ટાફ બનાવની જગ્યાએ પહોંચી ગયો હતો.

આ અંગે ડુમસ પોલીસ મથકના પોલીસ ઇન્સપેકટર વી.એમ. મકવાણાએ તપાસ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાકાપડના વેપારીઓ મોટી સંખ્યામાં સિવિલ ખાતે પહોંચી ગયા હતા.(૨૧.૨૬)

(4:05 pm IST)
  • દિલ્હીના ગ્રેટર નોએડાના સૂરજપુર વિસ્તારની એક સોસાયટીમાં રહેતા ઇન્ટરનેશનલ મુક્કાબાજ જિતેન્દ્ર માનનો મૃતદેહ મળી આવતા સનસનાટી મચી જવા પામી છે. જિતેન્દ્રના શરીર પર ગોળીના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાય રહી છે. જિતેન્દ્ર બોક્સિંગમાં નેશનલ ચેમ્પિયન પણ રહી ચૂક્યો છે. access_time 3:10 pm IST

  • મુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST

  • બજેટ પેહલા કેન્દ્ર સરકારને લાગ્યો ઝાટકો : રીટેલ ફુગાવો વધીને 5.21% થયો : બીજીબાજુ ઔદ્યોગિક ઉત્પાદન (IIP)ના આક્ડાઓએ આપી રાહત, જે વધીને 8.૪% થયો. access_time 11:57 am IST