News of Saturday, 13th January 2018

ગુજરાત સૌપ્રથમવાર ‘રેફકોલ્ડ ઈન્ડીયા ૨૦૧૮’નું યજમાન બનશે

અમદાવાદ : કોલ્ડ અને રેફ્રીજરેશન ઉદ્યોગમાં વ્યાપક તકો અને વૃધ્ધિના સંદર્ભમાં રેફ્રિજરેશન કોલ્ડ ચેઈન ઉદ્યોગનું ઈન્ટરનેશનલ પ્રદર્શન અને કોન્ફરન્સ ગુજરાતમાં ગાંધીનગરના મહાત્મા મંદીર કન્વેનશન અને એક્ઝિબીશન સેન્ટર ખાતે ૨૨ થી ૨૪ નવેમ્બર,૨૦૧૮ દરમિયાન યોજાઈ રહ્નાં છે. ટેમ્પરેચર કન્ટ્રોલ્ડ ટ્રાન્સપોર્ટ, સ્ટોરેજ અને પોર્ટસ, શિપિંગ અને ફાર્મા કંપનીઓને સર્વિસીસ આપતા એકમો તથા કોલ્ડ સ્ટોરેજ માલિકો માટે આ પ્રદર્શન મહત્વનું બની રહેશે. અમદાવાદ ખાતે યોજાયેલ એક પત્રકાર પરિષદમાં ત્લ્ણ્ય્ખ્ચ્, નેશનલ પ્રેસીડેન્ટ વિશાલ કપૂર, ચેરમેન રેફકોલ્ડ ઈન્ડીયા, પંકજ ધારકર અને નુર્નબગમેસેઈન્ડીયા પ્રા. લી.ના ચેરપર્સન અને એમડી સોનીયા પરાશર તથા અન્યની હાજરીમાં આ સમારંભની પ્રથમ એડીશન યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. રેફકોલ્ડ ઈન્ડીયાના ચેરમેન પંકજ ધારકરે જણાવ્યું કે, ‘આ કોન્ફરન્સમાં ઉદ્યોગના વિવિધ દેશોના મોટા ઈન્ટરનેશનલ ડેલીગેશન્સ હાજરી આપશે. એકંદરે ૩૦૦ જેટલા એક્ઝિબિટર્સ પોતાની ક્ષમતા પ્રદર્શિત કરશે અને ૨૫ હજારથી વધુ લોકો ૧૫ હજાર ચો.મી. વિસ્તારમાં યોજાનાર આ પ્રદર્શનમાં સામેલ થશે તેવી અપેક્ષા છે. (૨૪.૩)

(2:51 pm IST)
  • મુંબઈમાં સવારે થયેલ ઓએનજીસી હેલિકોપ્ટર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 5 મૃતદેહ મળી આવ્યા છે : કુલ 7 લોકો હેલિકોપ્ટરમાં સવાર હતા access_time 7:38 pm IST

  • સુરતમાં વાનમાં આગ લાગ્યા બાદ ટ્રાફિક પોલીસ લાલઘુમ : સુરત ટ્રાફીક પોલીસે ત્રણ ટીમો બનાવી રીક્ષા અને વાનમાં ચેકીંગ હાથ ધયુ* : સ્કૂલ, રીક્ષા કે વાનમાં વધુ વિદ્યાર્થીઓ હોય તો તેમને દંડ અને ડીટેઈન કરવાની કામગીરી શરૂ access_time 2:44 pm IST

  • અમિતભાઈ બે દિવસના ગુજરાત પ્રવાસેઃ કાર્યકરો સાથે મકરસંક્રાત ઉજવશે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિતભાઈ શાહ કાલે નારણપુરામાં કાર્યકર્તાઓ સાથે મકરસંક્રાંત ઉજવશે : પોતાના નિવાસસ્થાને કાર્યકરોને મળશે : આજે સાંજે ૭ વાગ્યે અમદાવાદ એરપોર્ટ આવી પહોંચશે access_time 3:46 pm IST