Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

લગ્નના ૬ મહિનામાં પત્ની પડી સગીર નણંદના પ્રેમમાં: બંધાયા લેસ્બિયન સંબંધ

અમદાવાદ તા. ૧૩ : અમદાવાદમાં ભાભી-નણંદના લેસ્બિયન સંબંધનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કુબેરનગરમાં રહેતા યુવકના ૬ મહિના અગાઉ લગ્ન થયા હતા. લગ્ન બાદ યુવકની પત્ની સાસરે આવી હતી. યુવકના પરિવારમાં સાસુ,સસરા અને ૧૪ વર્ષની નણંદ હતી.

સાસરીમાં આવ્યાના થોડા જ દિવસોમાં યુવકની પત્ની અને સગી બહેન વચ્ચે પ્રેમ થયો હતો. જે લેસ્બિયન સંબંધમાં પરિણમ્યો હતો.

ભાભી-નણંદ વચ્ચેના સંબંધની તંગ આવી જઈ યુવકના માતા-પિતા તેમની દીકરીને લઈ અન્યત્ર રહેવા જતા રહ્યા હતા. યુવકની બહેન તેની ભાભીથી અલગ થવા તૈયારપ નહોતી. તેણે કહ્યું કે, જો મને ભાભીથી અલગ કરશો તો હું આત્મહત્યા કરી લઈશ. યુવકે પત્ની તથા પોતાની જ સગી બહેનના લેસ્બિયન સંબંધોથી કંટાળીને મહિલા હેલ્પલાઇન '૧૮૧'ની મદદ માગી હતી.

યુવકે ૧૮૧ના કાઉન્સેલરને કહ્યું, મારી પત્ની અને મારી બહેનના લેસ્બિયન સંબંધથી હું અને અમારો પરિવાર કંટાળી ગયો છે. મારી બહેનને માતા- પિતા સાથે રહેવા જવાનું કહેતા તે આત્મહત્યાની ધમકી આપે છે. આજે તો પ્રયાસ પણ કર્યો. તેને સમજાવો.

મહિલા હેલ્પલાઈનના કાઉન્સેલરે ભાભી અને નણંદનું કાઉન્સેલિંગ કર્યું હતું. શરૂઆતમાં તો તેણે જૂનું રટણ ચાલુ રાખ્યું હતું કે મને ભાભીથી અલગ કરશો તો આત્મહત્યા કરી લઈશ.

બહુ સમજાવ્યા પછી નણંદ માની અને માતા-પિતા સાથે રહેવા તૈયાર થઇ હતી.(૨૧.૧૪)

(11:57 am IST)
  • મધ્યપ્રદેશના ગુના જિલ્લામાં દિગ્વિજયસિંહના ગઢ રાઘોગઢમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોની અથડામણ પછી તણાવભરી સ્થિતિ ફેલાય ગઈ છે : તણાવને ધ્યાનમાં રાખીને, સાવચેતીનાં ભાગરૂપે ત્યાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે : આગામી સપ્તાહે રાઘોગઢમાં મ્યુનિસિપલ ચૂંટણી યોજાવાની છે. access_time 1:37 pm IST

  • SC બાર એસોસિએશનની સાંજે 6 વાગ્યે યોજાશે પ્રેસ કોન્ફરન્સ access_time 1:11 pm IST

  • અમદાવાદમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવી: અમદાવાદના સરદારનગર વિસ્તારમાં મોડી રાત્રે ૧૧ બાઈકો સળગાવવામાં આવ્યા : સીતારામ ચોક પાસે બન્યો બનાવ : સરદારનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી access_time 11:44 am IST