Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

ગુજરાત પેટાચૂંટણી માટે પ્રદેશ ભાજપની મહત્‍વની બેઠકઃ સીએમ રૂપાણી તથા ડેપ્‍યુટી સીએમ નીતિનભાઇ પટેલ તથા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વચ્‍ચે થશે મંત્રણા

ગાંધીનગર : પેટાચૂંટણીને લઇને બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. પ્રદેશ ભાજપની ચૂંટણીલક્ષી બેઠક શરૂ થઇ ગઇ છે. CM રૂપાણી, Dy. CM નીતિન પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ તેમજ મહામંત્રી ભીખુ દલસાણીયા વચ્ચે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. નોંધનીય છે કે,  વિધાનસભાની 8 બેઠકોની પેટાચૂંટણીને લઇને બરાબર જંગ જામ્યો છે. ત્યારે આજે સાંજ સુધીમાં કોંગ્રેસ પણ પોતાના આઠેય બેઠકના ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે.

(5:36 pm IST)