Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

રાજપીપળા સ્ટેશન રોડ પર આવેલી સહિયારી મિલકત માટે એકજ પરિવારના સભ્યો વચ્ચે ઝગડો થતા સામસામી ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા સ્ટેશન રોડ ઉપર આવેલી સહિયારી મિલકત (દુકાન) બાબતે અંદરોઅંદર ઝગડો થતા મારામારી બાદ સામસામી ફરિયાદ નોંધાઈ છે.
  પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપળા વિસાવાગામાં રહેતા જય નિતીનભાઇ માલવીયા એ આપેલી પ્રથમ ફરિયાદ મુજબ તેમની સહિયારી દુકાનમાં તેમને ક્લીનીક ખોલવા માટે ચાવી લીધેલ અને દુકાન ખોલવા જતા પ્રતિક ભાઇ જીતેન્દ્રભાઇ માલવીયા અને શૈલેષ ભાઇ નરેન્દ્રકાન્ત માલવીયા બન્ને (રહે. રાજપીપલા )એ પાછળના ભાગે તાળું મારી દુકાન અંદરથી બંધ કરી ડેટાવદુકાન ખોલવાનુ જણાવતા ગમે તેમ ગાળો બોલી તેમને પેટમાં મુક્કા મારી બન્ને એ ગડદા પાટુનો માર મારી તમારાથી થાય તે કરી લો દુકાન પાછી નહી મળે તેમ કહી જાન થી મારી નાખવાની ધમકી આપી.
 બીજી તરફ પ્રતિકભાઇ જીતેન્દ્રભાઇ માલવીયા, રાજપીપલાએ સામે આપેલી ફરિયાદ મુજબ જય નિતીન ભાઇ માલવીયા તેમની ઓફિસે આવી ચાવી માંગેલ એ આપવાની ના પાડતા એકદમ ઉશ્કેરાઈ જઈ તેના હાથ માં પંચ જેવા હથિયાર થી મોઢામાં મારી પાડી દઈ ગડદા પાટુનો માર મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી રાજપીપળા પોલીસે બંને તરફની ફરિયાદ લઈ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(10:06 pm IST)