Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

છાત્રાલ જીઆઈડીસીમાંથી પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન ચાર શકાસ્પદ શખ્સોને ઝડપ્યા

કલોલ:છત્રાલ જીઆઇડીસીમાં પેટ્રોલીંગમાં રહેતી પોલીસે ચાર શકમંદોને ચાર મોબાઇલ ફોન સાથે ઝડપી લીધા હતા. ૧૦ હજારની કિંમતના મોબાઇલ ફોન કબ્જે લઇ પોલીસે ચારેય આરોપીઓની અટકાયત કરી હતી.

સાંબરકાંઠાના ઢુંઢરમાં બનેલી ઘટનાના અનુસંધાને કલોલ તાલુકા પોલીસ મથકના પીઆઇ નિરજ પટેલની સુચનાથી તેમના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ વિપુલભાઇ, પ્રકાશભાઇ, કોન્સ્ટેબલ જગતસિંહ, બાબરભાઇ અને વિજયભાઇ સહીતનો સ્ટાફ છત્રાલ જીઆઇડીસી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે વખતે શંકાસ્પદ જણાતા હિતેશ રાજેશભાઇ સોલંકી, આનંદ કાળુભાઇ સેનમા, ધર્મેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો બિહારી હનુમાનસિંહ રાજપુત અને ભાવેશ ભરતભાઇ સેનમા (તમામ રહે.બિલેશ્વરપુરા)ને અટકાવી તેમની પાસેથી મળી આવેલા ચાર મોબાઇલ ફોન અંગે પૂછપરછ કરતાં તેઓ યોગ્ય જવાબ આપી શક્યા ન હોતા જેથી આ મોબાઇલ ફોન ચોરીના હોવાની શંકા પ્રબળ બની હતી. 

(5:17 pm IST)