Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

અગાઉ સિનિયર સિટીજન પર હુમલો કરી લૂંટ ચલાવનાર શખ્સના જમીન અદાલતે નામંજૂર કર્યા

વડોદરા:નવલખી કપાઉન્ડ પીપળેશ્વર મહાદેવના મંદિર પાસેથી સાડાત્રણ મહિના પૂર્વે સિનિયર સિટીઝન પર હુમલો કરી કાર, અને મોબાઇલ ફોનની લૂંટ ચલાવનાર આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, દાંડિયાબજાર ઇન્દિરા નિવાસમાં રહેતાં પ્રદિપ યશેષચંદ્ર કદમ ગત ૨૩મી જૂને સવારે સવાચાર વાગ્યે નીકળી મહારાણી નર્સીંગ હોમ ચાર રસ્તા પાસે કાર પાર્ક કરીને મોર્નિંગ વોક માટે ગયા હતા. ત્યાંથી પરત તેઓ કાર પાસે આવીને ઉભા હતા અને પ્રાણાયામ કરતા હતાં તે સમયે ત્રણ આરોપીઓએ આવી હુમલો કરી મોબાઇલ ફોન અને કારની લૂંટ ચલાવી હતી જે અંગે રાવપુરા પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ હતી. પોલીસે આ ગુનામાં પકડેલા આરોપી નરેશકુમાર પ્રતાપસીંગ રાવત (રહે. ઇન્દ્રપ્રસ્થ સોસાયટી તરસાલી હાલ રહે. એમ.આઇ.જી. ફ્લેટ તુલસીધામ ચાર રસ્તા પાસે માંજલપુર)ની ધરપકડ કરી હતી. આર્મીમાંથી ડિસમીસ થયેલા નરેશ રાવતે જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટમાં કરેલી અરજી  નામંજુર થઇ છે.

(5:14 pm IST)