Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

વડોદરામાં ગાય ભેંસના પૈસાની ઉઘરાણી કરવા નડિયાદથી વડોદરા આવેલ કાકી-ભત્રીજાને માથાભારે શખ્સોએ લૂંટી લેતા પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરમાં કાકી અને ભત્રીજાએ પહેરેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા સહિત 89 હજારની મત્તા જબરજસ્તી પડાવી વેચાણથી આપેલ ગાય અને ભેંસ ની બાકી રકમની ઉઘરાણી કરવા નડીયાદથી વડોદરા આવેલા કાકી ભત્રીજાને ખરીદી કરનાર વડોદરાના માથાભારે ભરવાડે લૂંટી લીધા હોવાની ઘટના સામે આવી છે. કાકી અને ભત્રીજાએ પહેરેલા સોના-ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા સહિત 89 હજારની મત્તા જબરજસ્તી પડાવી લીધી હતી. અંગે નંદેશરી પોલીસે તલસ્પર્શી તપાસ હાથ ધરી છે.

નડિયાદના ચલાલી ગામે રહેતા ગીતાબેન તળપદા રાજુ રબારી રહે રઢીયા પુરા ગામને વર્ષ અગાઉ 30 હજાર કિંમતની ભેંસ અને 20 હજાર કિંમતની ગાય વેચાણ આપી હતી. જેમાં બાના પેટે 2500 રૂપિયા લીધા હતા. જેથી બાકી નીકળતા રૂપિયા માટે ગીતાબેન પોતાના ભત્રીજા સાથે રાજુ રબારીના ઘરે ગયા હતા.

જે દરમિયાન રાજુ રબારી તેના અન્ય પાંચ સાગરિતો સાથે ભેગા થઈને જણાવ્યું હતું કે ભેંસ ના રૂપિયા ભૂલી જાવ અને તમે જે વસ્તુ પહેરેલી છે. તે ચૂપચાપ કાઢી આપો નહીં તો જવા દઈશું નહીં ત્યારબાદ જબરજસ્તી હાથમાં પહેરેલી સોનાની બે બંગડીઓ જેની કિંમત 50000 રૂપિયા તેમજ કાનમાં પહેલી બુટ્ટી જેની કિંમત 25 હજાર રૂપિયા તેમજ હાથ માં રાખે પાકીટમાંથી રોકડા રૂપિયા 500 લઈ લીધા હતા.

(5:24 pm IST)