Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

બોગસ સહીથી ૧૨.૬૯ કરોડની લોન લઈ છેતરપિંડી

સુરતના મહિલા ઉદ્યોગપતિ સાથેની ચોંકાવનારી ઘટના : મહિલા ઉદ્યોગપતિએ લોન લેનાર તેમના જેઠ, ભત્રીજાઓ અને બેંકના બે અધિકારી સહિત ૬ સામે ફરિયાદ કરી

સુરત, તા.૧૨ : અચાનક તમને બેંકને નોટીસ મળે કે તમે જેમના જામીન બન્યા છો તેઓ લોન નથી ચૂકવતાં તો તમે ચૂકવી દો તો આવી સ્થિતિમાં ખરેખર મોટો આંચકો લાગે છે. આવું કંઈક સુરતના ઘોડદોડ રોડના મહિલા ઉદ્યોગપતિ સાથે થયું જ્યારે બેંક ઓફ બરોડાની ટેક્સટાઇલ બ્રાંચ દ્વારા ૧૨.૬૯ કરોડની લોન ભરપાઇ કરવાની નોટિસ અપાતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. નોટિસ મળ્યા પછી તેમને ખબર પડી હતી કે બોગસ સહી દ્વારા તેમને જામીનદાર બનાવીને બેંકમાંથી કરોડોની લોન લેવાઇ હતી. જેથી મહિલા ઉદ્યોગપતિએ લોન લેનાર તેમના જેઠ, ભત્રીજાઓ અને બેંકના બે અધિકારીઓ સહિત સામે કોર્ટને ફરિયાદ કરી હતી. કોર્ટના આદેશ પર સલાબતપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

ઘોડદોડ રોડના રત્નમિલન એપાર્ટમેન્ટમાં રહેતા કીમ -મોટા બોરસરામાં નાંગલિયા ફેબ્રિક્સના યાર્ન કંપનીના ડિરેક્ટર અનિતાદેવી ઉત્તમ નાંગલિયા બી.એમ.વી.એસોસિએટમાં પણ ભાગીદાર છે. વર્ષ ૨૦૧૧ પૂર્વે તેમના પરિવારની સંયુક્ત કંપની હતી. ત્યાર બાદ ભાગલા પડતા અનિતાદેવીના ભાગે નાંગલિયા ફેબ્રિક્સ, તેમના જેઠ મહેશના ભાગે સ્વિફ્ટ ફેબ્રિક્સ પ્રા.લિ. અને બીજા જેઠ વિમલના ભાગે ઉત્તમ ફાઇનાન્સ પ્રા.લિ. આવી હતી. વર્ષ ૨૦૧૫ના ઓક્ટોબરમાં બેંક દ્વારા અનિતાદેવીને નોટિસ અપાઇ હતી, જેમાં બેંકે સ્વિફ્ટ ફેબ્રિક્સ પ્રા.લિ.ના લોન ખાતું એનપીએ થતાં તેઓ જામીનદાર હોવાથી દિવસમાં ૧૨.૬૯ કરોડ ચૂકવવા આદેશ કર્યો હતો. લોન ભરપાઇ કરવાની સ્થિતિમાં બેંકે અનિતાદેવી સામે ડીઆરટી કોર્ટ ફરિયાદનું પણ જણાવ્યું હતું.

અનિતાદેવીએ તપાસ કરતાં લોન એગ્રીમેન્ટમાં અનિતાદેવીની નાંગલિયા ફેબ્રિક્સના બોગસ લેટર બનાવીને તેમની બોગસ સહીઓ કરી હતી. અનિતા દેવીની ભાગીદારી કંપની બીએમવીને પણ મોર્ગેજ બતાવી તેમાં જામીનદાર તરીકે બોગસ સહીઓ કરી હતી. બેંકે અનિતાદેવીની મિલકતની હરાજીની કાર્યવાહી હાથ ધરતાં તેમણે કોર્ટમાં બાબતે ફરિયાદ કરી હતી. કોર્ટે પોલીસને આદેશ કરતાં સલાબતપુરા પોલીસે મનિષ નાંગલિયા, મુકેશ નાંગલિયા, મહેશ નાંગલિયા,ચેતન નાંગલિયા, બેંક ઓફ બરોડા સુરત ટેક્સટાઇલ બ્રાંચના અધિકારી રાજીવ પ્રધાન અને બેંક અધિકારી .વી.નંદુરકર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. જ્યારે અન્ય બે આરોપીઓ મહેશ અને ચેતનનું અવસાન થઇ ચૂક્યુ છે. અનિતાદેવીએ તેમની બોગસ સહી બાબતે બીઓબીની સુરત હેડ બ્રાન્ચ અને મુંબઈ હેડ ઓફિસ તેમજ રિઝર્વ બેંકને પણ જાણ કરી હતી. એની સાથે તેમણે હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય લેતા તેમાં પણ બોગસ સહી કરાયાનું સ્પષ્ટ થયું હતું. જે બાદ અનિતાદેવીએ પીએમઓમાં અરજી કરતાં બેંકના અધિકારીઓએ તેમના પર દબાણ કરી બેંક વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. બેંકે પીએમઓને જણાવાયું કે અનિતાદેવીએ બેંકના અધિકારીની સામે સહીઓ કરી હતી.

અનિતાદેવીએ ફરિયાદમાં આક્ષેપ કર્યો છેકે, વર્ષ ૨૦૧૨-૧૩માં સ્વિફ્ટ ફેબ્રિક્સ .૮૩ કરોડની નુકસાનીમાં હતી. અગાઉની લોન ભરપાઈ કરી નહતી છતા બેંકના અધિકારીઓએ આરોપીઓને વધારાના ત્રણ કરોડ આપ્યા ત્યારે કોઈ દસ્તાવેજી પુરાવા બેંક પાસે હતા

(7:44 pm IST)