Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વડોદરા નજીક ખુલ્લા પ્લોટમાં દારુના કટિંગ વખતે પોલીસે દરોડા પાડી એક શખ્સને ઝડપી પાડયો

વડોદરા: શહેર નજીક આમોદરથી ઉમરવા જવાના રોડ પર એક ખુલ્લા પ્લોટમાં દારૃના કટિંગ વખતે જ પોલીસે દરોડો પાડી એક શખ્સને ઝડપી પાડયો હતો જ્યારે સાત શખ્સો ફરાર થઇ જતા તેઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ અંગેની વિગત એવી છે કે રથયાત્રા નિમિત્તે ગઇકાલે રાત્રે વાઘોડિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મુજબ આમોદરથી ઉમરવા જવાના રોડ પર પ્રતાપસિંહ ભીમસિંહ સિધાની ફેન્સિંગવાળી ખુલ્લી જગ્યામાં દરોડો પાડતા આ જગ્યા પરથી વરસાદમાં કેટલાંક શખ્સો નાસી ગયા હતા જ્યારે જયદીપ કનુભાઇ ઠાકોર(રહે.રાઠોડ ફળિયું, આમોદર) ઝડપાઇ ગયો હતો. પોલીસે સ્થળ પરથી વિવિધ બ્રાંડની દારૃની ૧૩૨૭ નંગ દારૃની  બોટલો પણ કબજે કરી હતી.

ઝડપાયેલા જયદીપની પૂછપરછ કરતા દારૃનો જથ્થો કોને મંગાવ્યો તે પોતાને ખબર નથી પરંતુ આમોદરમાં રહેતા અલ્પેશ ભરત ઠાકોર, અજય શંકર ઠાકોર અને શકુબેનના પુત્ર અલ્પેશને ખબર છે. દારૃનો જથ્થો એક બોલેરો જીપમાં બે શખ્સો આપી ગયા હતાં. જ્યારે ડભોઇનો ધવલ તેમજ અન્ય એક શખ્સ કારમાં દારૃ ભરીને અહીથી લઇ ગયા છે. પોલીસે કુલ આઠ આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૃ કરી છે.

(6:41 pm IST)