Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ડીસાની ચંદ્રલોક સોસાયટીમાં વીજળી પડતા 34 વર્ષીય મહિલાનું કમકમાટીભર્યું મોત

ડીસા:શહેરની ચંદ્રલોક સોસાયટીમાં મોડી રાત્રે આકાશી વિજળી પડતાં ૩૪ વષય મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે. મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ડીસા ખાતે ગત મોડી રાત્રે બે વાગ્યાના સુમારે ભારે ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ તુટી પડયો હતો. આ સમયે ડીસા શહેરની ચંદ્રલોક સોસાયટીમાં રહેતાં વિજાબેન નરેશભાઇ રબારી (ઉ.વ.૩૪) ઓસરીના બહાર બાથરૂમ જવા માટે નિકળ્યા હતાં. જે દરમ્યાન અચાનક જ કડાકા સાથે તેમના ઉપર વિજળી પડતાં વિજાબેનએ બૂમાબૂમ કરી ફસડાઈ પડયા હતાં. તેઓને તાત્કાલિક ભણશાળી હોસ્પિટલે ખસેડયા બાદ વધુ સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. ત્યાં ફરજ પરના તબીબે વિજાબેનને મૃત જાહેર કર્યા હતાં. આ મહિલાના મોતથી તેણીની બે દિકરીઓએ માતાની છત્રછાયા ગુમાવી દેતાં ગમગીની છવાઈ ગઈ છે. મૃતકની લાશને ડીસાની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ અંગે ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જાણ

(6:21 pm IST)