Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

વલસાડ જીલ્લાના પારડી GIDCના ભાનુશાળી પેકેજીંગ કંપનીમાં જોરદાર આગ ભભુકતા દોડધામઃ કામદારોને સલામત સ્‍થળે ખસેડાયાઃ 8 ફાયર ફાયટરની ટીમ દોડી ગઇ

વલસાડ: વલસાડ જિલ્લાના પારડી GIDCમાં આવેલી ભાનુશાલી પેકેજીંગ કંપનીમાં 12 જુલાઈના રોજ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટનાની જાણ થતાં કામદારોમાં દોડધામ મચી ગઇ હતી. કંપનીના જાગૃત કર્મચારીઓએ તમામ કામદારોને સુરક્ષિત રીતે ખસેડવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

ઘટનાની જાણ પારડી ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટના સ્થળે વલસાડ અને અતુલના ફાયર ફાઈટરની ટીમની મદદ લેવામાં આવી છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

વલસાડ જિલ્લાના પારડી GIDC ખાતે આવેલી ભાનુશાલી પેકેજિંગ કંપનીમાં સોમવારે સવારે અચાનક કંપનીમાંથી અચાનક ધુમાળાના ગોટેગોટા નીકળતા જોવા મળ્યા હતા. આજુબાજુની કંપનીમાં જાણ થતાં ભાનુશાલી પેકેજિંગ કંપનીમાં મદદ કરવા દોડી આવ્યા હતા. કંપકનીમાં કર્મચારીઓએ આગની ઘટનાને લઈને તમામ કામદારોને સુરક્ષિત રીતે બહાર ખસેડવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

આગની ઘટનાની પારડી ફાયર ફાઈટરની ટીમને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો. આગ ઉપર કાબુ મેળવવા માટે અતુલ અને વલસાડ ફાયર ફાઈટરની ટીમની મદદ લેવાઈ છે. વલસાડ, અતુલ, ધરમપુર, વાપી સહિતના વિસ્તારમાંથી કુલ 8 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

1 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો છે. કંપનીમાં પૂંઠા અને પેપર મટીરીયલ હોવાથી આગ ઉપર કાબુ મેળવતા વધારર સમય લાગ્યો હતો. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.

(4:56 pm IST)