Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

સાંજે અડાલજ સ્વામિનારાયણ મંદિરમાં અમિતભાઇના હસ્તે કોમ્યુનિટી કેન્દ્ર ઉદ્ઘાટન

વિજયભાઇ - સી.આર.ની હાજરી : ૨૨૦૦ લોકોની ક્ષમતા સાથેની અદ્યતન સુવિધા : નરહરિ અમીન સહિતના ટ્રસ્ટીઓ દ્વારા તૈયારી

રાજકોટ તા. ૧૨ : સ્વામિનારાયણ મંદિર અડાલજ, ગાંધીનગર ખાતે લગભગ ૨૨૦૦ વ્યકિતની ક્ષમતાવાળું અધ્યતન સુવિધાઓ સાથેનું શારદા-મણી કોમ્યુનીટી સેન્ટર બનાવવામાં આવ્યું છે. આ કોમ્યુનીટી સેન્ટર સંપૂર્ણ એર-કંડીશન સુવિધા સાથેનું રૂ. ૧૧ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ છે.

શારદા-મણી કોમ્યુનીટી સેન્ટરનું ઉદઘાટન અમિતભાઈ શાહ (સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી) નાં વરદ હસ્તે થનાર છે. તેમજ આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે વિજયભાઈ રૂપાણી (મુખ્યમંત્રી, ગુજરાત રાજય) અને  સી. આર. પાટીલ (પ્રમુખ ગુજરાત પ્રદેશ ભાજપ અને સાંસદ) ઉપસ્થિત રહેનાર છે.

આ કોમ્યુનીટી સેન્ટરની મુખ્ય સુવિધાઓમાં ૧૦ હજાર ચો.ફૂટ નો ગ્રાઉન્ડ ફલોર પર હોલ અને ફર્સ્ટ ફલોર પર પણ ૧૦ હજાર ચો.ફૂટ નો હોલ તેમજ ફૂલ્લી ફર્નિષ્ઠ ૧૪ ગેસ્ટ રૂમ અને ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોર પર ૫૦૦ ચો.ફૂટ ના વેઇટિંગ રૂમની સુવિધા ઊભી કરવામાં આવેલ છે.

આ કોમ્યુનીટી સેન્ટરમાં ગ્રાઉન્ડ ફલોર અને પહેલે માળે લગ્ન, ધાર્મિક તેમજ સામાજિક અને શૈક્ષણિક પ્રસંગે ૨૨૦૦ વ્યકિતની ક્ષમતાવાળા હોલમાં ખુરશી, સોફાસેટ તેમજ લગ્ન  પ્રસંગ તેમજ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક પ્રસંગ માટેની તમામ સામગ્રીની સુવિધાઓ ઊભી કરવામાં આવેલ છે.

(3:25 pm IST)