Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

કપડવંજના તેલનારમાં જમીનના ખોટા દસ્તાવેજ બનાવી 9 લાખની છેતરપિંડી આચરનાર શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ

કપડવંજ: તાલુકાના તેલનાર ગામના ઈસમે ખેતીની પિયત જમીનનો ખોટો વેચાણ દસ્તાવેજ કરી આપી દહેગામના ઈસમ સાથે રૂ. ૯ લાખની છેતરપિંડી કર્યાના ભનાવ અંગે કપડવંજ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજભ દહેગામ, હરીઓમ સોસાયટી, ગાંધીનગર રોડ ઉપર રહેતા ચંદુભાઈ કાનજીભાઈ પટેલને કપડવંજ તાલુકાના તેલનારમાં રહેતા પ્રભાતભાઈ જેસંગભાઈ રબારીની માલિકીની સર્વે નં. ૮૯ પૈકી એકર ૦ ૪૦/૪૭ આ.એ. પિયત જમીન વેચાણ આપવાની છે તેમ જેસંગ ઉર્ફે ભાભુભાઈ હેમતાજી પરમાર (રે. લ-મીપુરા, દહેગામ) એ જણાવ્યું હતું.
આ જમીનના ટાઈટલ ક્લીયર હોવાનું જણાવી જેસંગ ઉર્ફે ભાભુભાઈ પરમારે ગત તા. ૧૮-૧૦-૨૦૧૭થી તા. ૨-૧૧-૨૦૧૭ દરમ્યાન ચંદુભાઈ પટેલ પાસેથી રૂ. ૨ લાખનો ઉકરડીના મુવાડા બેંકનો ચેક લીધો હતો તેમજ ટુકડે ટુકડે કરી રૂ. ૧,૨૪,૦૦૦ રોકડા મળી કુલ રૂ. ૩,૨૪,૦૦૦નો પ્રભાતભાઈ રભારી અને જેસંગ ઉર્ફે ભાભુ પરમારે વેચાણ દસ્તાવેજ દસ્તાવેજ નં. ૧૯૨૧/૧૭ કરી આપ્યો હતો. ત્યારબાદ આ ઈસમોએ અગાઉ આ જમીનનો તા. ૧૮-૧૦-૨૦૧૭ના રોજ દસ્તાવેજ નં. ૧૫૨૭/૨૦૦૭ના રોજ વેચાણ દસ્તાવેજ કરી આપ્યો હતો. આ અંગેની હકીકતથી આ ઈસમો વાકેફ હોવા છતાં ચંદુભાઈ કાનજીભાઈ પટેલને આ જમીનના ટાઈટલ ચોખ્ખા હોવાનું તેમજ અન્ય કોઈને જમીનના રાઈટ ટાઈટલ કબ્જો આપ્યો નથી. તેવી ખોટી હકીકત જણાવી ચંદુભાઈ પટેલ પાસેથી રૂ. નવ લાખ પડાવી લઈ ખોટો વેચાણ દસ્તાવેજ કરી આપી વિશ્વાસઘાત છેતરપિડી કરી હતી. આ બનાવ અંગે ચંદુભાઈ કાનજીભાઈ પટેલની ફરિયાદ આધારે કપડવંજ રૂરલ પોલીસે પ્રભાતસિંહ જેસીંગભાઈ રભારી (રે. તેલનાર), જેસીંગ ઉર્ફે ભાભુભાઈ હેમતાજીભાઈ પરમાર (રે. લ-મીપુરા, તા. દહેગામ) તેમજ રણજીતભાઈ પ્રતાપભાઈ ચૌહાણ (રે. ફુલજીના મુવાડા) સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:26 pm IST)