Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ડેડીયાપાડાના ઘોડી ગામમાં મચ્છી મારવાની જાળમાં અજગર ફસાતા રેસ્ક્યુ કરી હેમખેમ બહાર કઢાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ઝેરી સરીશ્રુપો,અજગર મગર સહિતના જીવો વારંવાર નિકળતા જોવા મળે છે જોકે કેટલાક ગામમાં આવા જીવોને નહિ મારી સહીસલામત રીતે પકડી જંગલ તરફ છોડી મુકવા માટે જીવદયા પ્રેમીઓ સેવા આપતા હોય તેમની આ નિઃશુલ્ક સેવા ગભરાયેલા લોકો અને જીવો માટે ખુબજ સરાહનીય છે. આજે ડેડીયાપાડા તાલુકાના ઘોડી ગામની કરજણ નદી પાસે મચ્છી મારી કરવાની જાળ માં એક અજગર ફસાઈ જતા જીવદયા પ્રેમી ભાવિનભાઈ વસાવાએ તેને રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢી જંગલ તરફ છોડી મુક્યો હતો.

(11:43 pm IST)