Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

વિસનગરમાં કચરાના સ્ટેન્ડમાં વારંવાર આગ ભભુકતા ધુમાડાનું પ્રદુષણ થતા આસપાસના લોકોને હાલાકીનો સામનો કરવાની નોબત આવી

વિસનગર: શહેરમાં સુંશી રોડ ઉપર આવેલ પાલિકાના કચરા સ્ટેન્ડમાં અત્યારે કચરાના ડુંગર ખડકાયા છે. પાલિકા દ્વારા કચરા સ્ટેન્ડમાંથી કચરો હટાવવામાં નિષ્ફળ રહેતા અત્યારે આ સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ અને ગંદકી ફેલાયેલી છે. શિયાળાના સમયમાં કોઇ અનિષ્ટ તત્વો દ્વારા કચરા સ્ટેન્ડમાં વારંવાર આગ લગાવવામાં આવે છે. સોમવારની સાંજે કચરા સ્ટેન્ડમાં ભયંકર આગ લાગતા આગ હોલવવા પાલિકાના ફાયર ફાયટર દોડાવવા પડયા હતા. ફાયર ફાયટર સ્ટાફની ભોર જાહેમત બાદ કચરા સ્ટેન્ડની આગ કાબુમાં આવી હતી. વિસનગર સુંશી રોડ ઉપરનું આ કચરા સ્ટેન્ડ રહેણાંક વિસ્તારની નજીકમાં છે. કચરામાં આગ લાગતા આસપાસના એક કિ.મીના વિસ્તારમાં ધુમાડો ફેલાતા ઘણી વખત ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાય છે. કોરોના મહામારીના કારણે કોરોના સંક્રમણનો ભોગ બની ચુકેલા અને કોરોનાની સારવાર લઇને આવેલા દર્દિઓના ફેફસા ડેમેજ થયા હોવાથી ધુમાડાના પ્રદુષણના કારણે આવા દર્દીઓને શ્વાસ લેવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે. પાલિકા દ્વારા નિયમિત રીતે કચરાના ઢગલા ઉપર પાણીનો છંટકાવ થાય તોજ આગ લાગવાના બનાવો રોકી શકાય તેમ છે.

(5:32 pm IST)