Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

અમદાવાદમાં 1200 બેડની હોસ્પિટલ ફરીવાર કાર્યરત : કોરોના કેસમાં ઝડપી વધારો થતા વહીવટીતંત્ર ચિંતિત

. ટ્રાયેજ એરિયામાં 16 બેડની વ્યવસ્થા અને ડોકટરો અને નર્સિંગ સ્ટાફ પણ તૈનાત કરી દેવાયો : સાથે જ 64 આઇ.સી.યું બેડ તૈયાર કરાયા :ઓક્સીઝ્ન ટેન્ક અને દવાઓનો સ્ટોક તૈયાર

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના વધતા કેસ ફરી એકવાર ચિંતાનો વિષય બન્યા છે. ત્યારે કેસ વધવાની દહેશતે ફરી 1200 બેડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી. ટ્રાયેજ એરિયામાં 16 બેડની વ્યવસ્થાઓ કરવામાં આવી અને ટ્રાયેજ એરિયામાં ડોકટરો અને નર્સિંગ સ્ટાફ પણ તૈનાત કરી દેવાયો છે, સાથે જ 64 આઇ.સી.યું બેડ તૈયાર કરવામાં આવ્યા અને ઑક્સિજન ટેન્ક પણ તૈયાર કરવામાં આવી અને તેની સાથે દવાઓનો સ્ટોક પણ કરી દેવામાં આવ્યો છે. ડોક્ટર,નર્સિંગ સ્ટાફ,અને વર્ગ 4 ના કર્મચારીઓ પણ તૈનાત કરાયા છે અને સિવિલના સુપરિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી દ્વારા કહેવામાં આવ્યું કે કોરોના માટે સિવિલ હોસ્પિટલમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે

(2:40 pm IST)