Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

કુદરતના સફાઇ કામદાર તરીકે ઉપમા ધરાવતા ગીધની પ્રજાતિની વસ્તી ગણતરીનો થયો પ્રારંભ

વન વિભાગ દ્વારા ગીધની વિવિધ પ્રજાતિઓની અમરેલી સહિત સમગ્ર રાજય વ્યાપી આજથી બે દિવસ ગણતરી શરૂ

અમદાવાદ ; કુદરતના સફાઇ કામદાર તરીકે જેને ઉપમા આપવામાં આવી છે તેવા ગીધની પ્રજાતિની ફોરેસ્ટ ખાતા દ્વારા વસ્તી ગણતરીનો પ્રારંભ થયો છે.

ગીધની વિવિધ પ્રજાતિઓની અમરેલી સહિત સમગ્ર રાજય વ્યાપી આજથી બે દિવસ ગણતરી શરૂ કરવામાં આવી છે. લુપ્ત થવાના આરે તેવા ગીધની વિવિધ પ્રજાતિની વનવિભાગ દ્વારા ગણતરી હાથ ધરવામાં આવી છે.

ગીધમાં પણ વિવિધ પ્રકારની પ્રજાતિ જોવા મળે છે, જેવી રીતે મહુવા પથંકમાં સફેદ પિઠ ગીધ જોવા મળે છે, તેવી રીતે ગીરનારી, ખેરો, રાજ જેવી પ્રજાતિ ખ્યાતનામ છે.
સાંસણ,જાફરાબાદ, ખાંભા સહિત કેટલાક વિસ્તારમાં ગિધ વસવાટ કરી રહ્યા છે. આજે ખાંભાના હનુમાનગાળા સહિત ગીર જંગલ આસપાસના ગામડામાં ગીધ જોવા મળી રહ્યા છે. વનવિભાગ દ્વારા ફોટોગ્રાફી વીડિયો ગ્રાફી કરી ગણતરી શરૂ કરી છે. ગીધની ગણતરી બાદ વનરક્ષકને રિપોટ કરાશે.

(12:45 am IST)