Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક શોપિંગ મૉલમાં બોંબ વિસ્ફોટ: એક વ્યક્તિનું મોત:7 લોકો ઈજાગ્રસ્ત

ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો સામેલ: કેટલાક લોકોની હાલત ગંભીર

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં એક શોપિંગ મૉલમાં થયેલા બોંબ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે અને 7 લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ઈજાગ્રસ્તોમાં મહિલાઓ અને બાળકો સામેલ છે. કેટલાક લોકોની હાલત ગંભીર છે

  અધિકારીએ કહ્યું કે, આ ઘટનામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જ્યારે સાત ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવાયા છે. બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડને પુરાવા મળ્યા છે કે અવારન જિલ્લામાં આતંકવાદી હુમલામાં રિમોટ-કંટ્રોલ્ડ આઈઈડીનો ઉપયોગ કરાયો હતો.

  બલુચિસ્તાનના મુખ્યમંત્રી મીર અબ્દુલ કુદદુસ બિજેન્જોએ એક નિવેદનમાં આ ઘટનાની નિંદા કરી છે અને શોક વ્યક્ત કર્યો છે. આ વર્ષે બલુચિસ્તાન નાગરિકો, સુરક્ષા કર્મચારીઓ અને સાથે જ અન્ય પ્રાંતોના શ્રમિકો વિરૂદ્ધ ઘણા આતંકવાદી હુમલા અને હિંસાનું કેન્દ્ર રહ્યું છે.

  ગત મહિને પ્રાંતના હોશબ અને કોહલુ વિસ્તારમાં સુરક્ષા દળો દ્વારા ચલાવાયેલા બે અભિયાનમાં પ્રતિબંધિત બળવાખોર જૂથ બલૂચ રિપબ્લિકન આર્મી સાથે જોડાયેલા 19 શંકાસ્પદ આતંકવાદીઓ ઠાર કરાયા હતા

(12:40 am IST)