Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ડેડીયાપાડાના રાખશકુંડી ગામમાં પર સ્ત્રી સાથેના આડા સંબંધમાં પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાખશકુંડી ગામમાં અન્ય સ્ત્રી સાથે આડા સંબંધ ન કારણે પત્નીને ત્રાસ આપતા પતિ સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે
પ્રાપ્ત માહિતી અનુસાર મોગરાબેન ધર્મેશભાઇ વસાવાની પત્ની અને રાજેશભાઇ હિરાભાઇ વસાવાની દિકરી (ઉ.વ.૨૪( (હાલ રહે.ઘાટોલી ટેકરા ફળિયુ તા.ડેડીયાપાડા જી.નર્મદા મુળ રહે. રાખશકુંડી મોટી આંગણવાડી )નાઓએ આપેલી ફરિયાદ મુજબ તેમના પતિ ધર્મેશભાઇ ઇશ્વરભાઇ વસાવા છેલ્લા ચારેક વર્ષથી પર સ્ત્રી સાથે આડા સંબંધ રાખતા હોય જે વાતની જાણ મોગરા બેન ને થતા બહેનને થતા આ બાબતે પતિને પુછતા પતુએય જણાવેલ કે હું ઇન્દિરાને રાખવાનો છુ તે નોકરી કરે છે અને તને હું છુટાછેડા આપી કાઢી મુકવાનો છુ તેવુ કહી બોલાચાલી કરી તેમજ તા.૨૯/૧૧/૨૦૨૨ ના રોજ પતિના પાકીટમાં મુકેલ પૈસા માંથી પાંચસો રૂપિયા ઓછા લાગેલ તે બાબતે ઝઘડો કરી પત્નીને ગડદાપાટુનો માર મારી ગુપ્ત ભાગે તથા પેઢામાં તેમજ કમરના ભાગે પાંચ છ લાતો મારી મારઝુડ કરી ઢિકાપાટુનો માર મારી પતિને પર સ્ત્રી સાથે આડા સંબંધો હોય જેના કારણે અવાર-નવાર શારિરીક માનસીક ત્રાસ આપતા આખરે પત્ની એ રાજપીપળા મહિલા પો.સ્ટે.માં પતિ સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(11:07 pm IST)