Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

ચીકદા ગામની પાસે પૂરપાટ આવતી બાઇકે રાહદારી ને ટક્કર મારી ઇજા કરી મોત નિપજાવ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચીકદા ગામની સીમમા મોટર સાયકલ ચાલકે પગપાળા જઇ રહેલા વ્યક્તિને ટક્કર મારી મોત નિપજાવતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે
મળતી માહિતી મુજબ કિરણભાઈ ગોનજીભાઈ વસાવાએ આપેલી ફરિયાદ અનુસાર ચીકદા ગામની સીમમા અતુલભાઈ સોમાભાઈ વસાવા( રહે.બોરીડાબરા નિશાળ ફળીયું તા.દેડીયાપાડા જિ.નર્મદા )નાઓએ પોતાના કબજામાંની મો,સા.નં.GJ-19-AR-3966 પૂરઝડપે હંકારી લાવી ગોનજીભાઈ વાલજીભાઈ વસાવા( ઉ.વ. આ.૫૪ )(રહે.ચીકદા પટેલ ફળીયું તા.દેડીયાપાડા જિ. નર્મદા )નાઓ રોડ ઉપર ચાલતા ચાલતા આવતા હતા તે વખતે પાછળથી એક્ચીકદા ગામની સીમમાસીડન્ટ કરી માથાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી સારવાર દરમ્યાન મોત નીપજાવી નાશી જઈ ગુનો કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(11:06 pm IST)