Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ એ EVM પર ઉઠાવ્યા સવાલ : ઇવીએમની જીત અને લોકશાહીની હાર હોવાનું કહ્યું

 બીજેપીની ભવ્ય જીત બાદ અન્ય રાજકીય પક્ષો બેબાકળા બની ગયા બાદ બીજેપી પર આક્ષેપો લગાવી પોતા પોતાના મંતવ્યો આપી રહ્યા છે જેમાં છોટુભાઈ વસાવાએ પણ એક વિડિયોના માધ્યમથી ઇવીએમ પર સવાલ કર્યા છે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તાજેતર માં વિધાનસભા ચૂંટણી ના પરિણામો આવ્યા જેમાં ભારતીય જનતા પાર્ટી એ બહુમત મેળવ્યો ત્યારબાદ અન્ય પાર્ટીઓ બેબાકળી બની બીજેપી પર માછલાં ધોવાનું કામ કરી રહી છે જેમાં પૂર્વ ધારાસભ્ય છોટુભાઈ વસવા એ પણ ઈવીએમ પર સવાલો ઉઠાવી એક વિડિયોના માધ્યમથી  જણાવ્યું કે..

ચૂંટણીના પરિણામ આવ્યા છે ગુજરાતની અંદર એ પહેલેથી નક્કી જ હતું હું તો કયા કરતો હતો કે જો જો આ એવીએમ માં સેટિંગ કરીને હરાવશે લોકોએ હવે સમજી લેવા જેવું છે કે આનો વિરુદ્ધ હવે એવી એમનો કરવો જોઈએ તો જ આ દેશ બચવાનો છે એસસી એસટી ઓબીસી માઇનોરીટી આ દેશની જે 85% લોકો છે આ એવી એમનો વિરોધ કરીને બેલેટ પેપરથી ચૂંટણી થાય તો જ આ દેશની અંદર કંઈક પ્રગતિ આ લોકોની થશે બાકી આજે 15% લોકો છે જે શેઠજી ભટ્ટજી જે આ દેશમાં આજે બની બેઠેલા છે આ દેશને લુઈટો છે એવા લોકોનો હંમેશા રાજ કરવા માટે જ આ ઈવીએમ નો પ્રયોગ અહિયાં આગળ થાય છે એ થવો નહીં જોઈએ લોકશાહી જેવો દેશ હોય તો આ લોકો ડરે શાનાથી..? બેલેટ થી કરાવવું જોઈએ ને કેમ નથી કરતા આ તો જે લોકો કશું કરી શકે તેમ નથી એ અને કોઈ બોલી શકે એવા નથી એવા ઉમેદવારને તમે પ્રોજેક્ટ કરીને આ વસ્તી સાથે શું કરવા માંગો છો આટલા બ્રેઈન વાળા લોકો છે આ ભણેલા લોકો છે આ બધા છે એને તમે સાથે કરો અને શા માટે નથી કરતા તમે એક તમારું પ્રધાનમંડળ તમે હાવ સુવડાવી દીધ છે, ગટરમાં નાખી દીધું પછી જીતવાની વાત કરો આ ઈવીએમ હોય તો તમે ક્યાંથી જીતી શકવાના છો ભાઈ નરેન્દ્રભાઈ તમે આ બધું છોડી દેજો આ દેશના લોકો છે ૮૫ ટકા લોકો તમને એ ના ગમતા હોય ને તે ગોળી મારદેવ તમે પણ આ લોકોને આવી રીતના રિબાવવાનો બંધ કરી દો ઈવીએમ ખોટી રીતના લાવીને આ દેશને લોકશાહી છે એવું બતાવો છો એ તદ્દન ખોટી વાત છે આ તમારી નાદારી છે આ દેશ સાથે અને તમારી જેવા ગદ્દાર લોકો આ દેશની અંદર રાજ કરતા રહેશે તો અમારા ૮૫ ટકા લોકોની હસ્તી નથી રહેવાની એટલે હું લોકોને કહેવા માંગુ છું કે હવે નાસીપાસ થવાની કોઈ જરૂર નથી ભેગા થાવ આપણા વોટ ક્યાં જતા રહેવાના છે એને ફરીથી આ બેલેટથી ચૂંટણી કરવા માટેની ડિમાન્ડ કરો તો જ આ હટશે નહીં તો આ બંને બેઠેલા લોકો એમની પાસે બીજું કંઈ છે જ નથી આ રૂપિયાની તાકાત છે એટલા માટે આ લોકો જીતે છે એની સામે બધા એક થઈ જાવ એસી એસટી ઓબીસી માઈનોરીટી નહીં તો આ દેશનો ભાવી બિલકુલ અંધારમય કરી દેશે આ લોકો તો આપણે બધાએ ઇન્સાન છે જાગો સમજો અને આ લોકોને દૂર કરવાની તૈયારી કરજો આ ૨૦૨૪ ની જે ચૂંટણી આવવાની છે તેમાં બેલેટ થી ચૂંટણી થાય એ પ્રયોગ આપણે કરવા પડશે સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટ એ પણ આ ધ્યાન રાખવું જોઈએ હું તમને સૂચના નથી આપતો પરંતુ આ દેશને બચાવવા માટે જે કંઈ ન્યાયાલય છે એ લોકોએ હવે આગળ આવીને આ અટકાવવું જોઈએ નહિ તો આ દેશ બચી શકવાનો નથી

(11:03 pm IST)