Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

નર્મદા જિલ્લાના વડિયા ગામના પીડિત દર્દીની મદદે રુદ્ર  ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યું,લોહીની તત્કાલ વ્યવસ્થા કરી

 વડિયા ગામના એક દર્દીને રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખનો સંપર્ક કરતાં જરૂરીયાત મુજબનાં લોહીની તાત્કાલિક વ્યવસ્થા કરી આપતાં પરિવારે આભાર વ્યક્ત કર્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાનાં નાંદોદ તાલુકાનાં વડિયા ગામના  દર્દી સંતોષભાઈ હળપતિને સારવાર ટાણે લોહીની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઈ હતી જેમાં જરુરીયાત મુજબનાં લોહી ચઢાવાની વ્યવસ્થા માટે રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટ રાજપીપલાનાં પ્રમુખ અમિતભાઈ વસાવાનો સંપર્ક કર્યો ત્યારબાદ રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ અમિતભાઈ પીડિત દર્દીની મદદે આવ્યાં અને હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દી સંતોષભાઈ ને જરૂરી લોહી ચઢાવાં માટે લોહીની વ્યવસ્થા કરી આપવા અંગે જોડાયેલ સેવાભાવી ભદામ ગામના જયેન્દ્રભાઈ વસાવાએ પીડિત દર્દીને તાત્કાલિક લોહી પુરું પાડયું હતું ત્યારબાદ રુદ્ર ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને તેમની ટીમ સાથે જોડાયેલા સદસ્ય અને તમામનો પરિવારજનોએ આભાર વ્યક્ત કર્યો હતો અને રૂદ્ર ચેરીટેબલ ટ્રસ્ટના સેવાકિય કાર્યની પ્રશંસા કરી હતી.

(11:01 pm IST)