Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

રાજપીપલામાં અશાંતધારો લાગુ, શહેરના 6 અલગ અલગ વિસ્તારમા લાગુ કરાયો અશાંત ધારો

દરબાર રોડ, શ્રીનાથજી હવેલી, વિશાવગા, સહિતના વિસ્તારોમાં સ્થાનિકોની માંગ ગાંધીનગર પહોંચતા કાર્યવાહી કરવા મંત્રાલયે અગાઉ હુકમ કર્યો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપલા : રાજપીપલા કેટલાક વિસ્તારો જેવા કે દરબાર રોડ, શ્રીનાથજી હવેલી, વિશાવગા, માલીવાડ, પારેખ ખડકી, સહિતના હિન્દૂ મુસ્લિમ વસ્તીવાળા વિસ્તાર નજીકમાં હોય મંદિર હોવાથી ધાર્મિક સ્થળોની આજુબાજુના વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવા અગાઉ શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિક રહીશોએ જિલ્લા કલેક્ટરથી લઈને મુખ્યમંત્રી અને મહેસુલ મંત્રીને રજૂઆત કરી હતી.છોટાઉદેપુર સાંસદ ગીતાબેન રાઠવાને પણ સ્થાનિકોએ રજૂઆત કરતા ગીતાબેન રાઠવાએ મહેસુલ મંત્રીને રજૂઆત કરી હતી.જે તે સમયે મહેસુલ મંત્રીની સૂચનાથી અશાંતધારા લાગુ કરવા કાર્યવાહી કરવા મંત્રાલય દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટરને લેખિત હુકમ અપાયો હતો.
આ તમામની વચ્ચે ગુજરાત સરકારે રાજપીપલા શહેરના અમુક વિસ્તારમા અશાંતધારો લાગુ કર્યો છે. જેમાં વિશવગા, સોનીવાડ, ભરાવાની ખડકી, શેઠ ફળીયા શ્રીનાથજી મંદિર, આશાપુરા મંદિર નજીકનો વિસ્તાર, શ્રીનાથજી મંદિર નજીકનો વિસ્તાર, સફેદ ટાવર નજીકનો કોહિનૂર હોટેલના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવાનો હુકમ કર્યો છે.અત્રે એ ઉલ્લેખીય છે કે અગાઉ શ્રીનાથજી મંદિરના ટ્રસ્ટીઓએ અગાઉ એવી દેહસત વ્યક્ત કરી હતી કે ધાર્મિક વિસ્તારની આસપાસ જો અશાંતધારો લાગુ નહિ ક્રાય તો ભવિષ્યમાં અશાંતિ ઉભી થશે, ધાર્મિક ભેદભાવ ઉભા થશે.એમની રજુઆતને પગલે રાજ્ય સરકારના મહેસુલ, આપત્તિ વ્યવસ્થાપન, કાયદો અને ન્યાય તંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ મંત્રીના અંગત સચિવ ડો.નિસર્ગ જોષી દ્વારા જિલ્લા કાલકેટરને અશાંત ધારા બાબતે નિયમાનુસાર ત્વરિત કામગીરી કરેલ કામગીરી અંગેની જાણ મંત્રાલયમાં કરવા જણાવવામાં આવ્યું હતું.

(11:00 pm IST)